Ayushman Card Download : 10 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર મેળવવા આયુષ્માન કાર્ડ માટે આ રીતે કરો ડાઉનલોડ, જાણો પૂરી પ્રોસેસ
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હવે આયુષ્માન ભારત યોજનામાં આયુષ્માન કાર્ડ દ્વારા તમે 10 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર પ્રાયવેટ હોસ્પિટલ માં મેળવી શકો છો. આજે આ આર્ટિકલ માં તમને ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા ઓનલાઇન ફક્ત 3 મિનિટ માં આયુષ્માન કાર્ડ ડાઉનલોડ (Ayushman Card Download Online ) કરવાની માહિતી સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશું.
Ayushman Card Download
પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનામાં દેશનાં નાગરિકોને પ્રતિવર્ષ રૂ.૧૦ લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે મળશે.
આયુષ્માન કાર્ડ દ્વારા કઈ હોસ્પિટલમાં લાભ મળશે ?
આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાયેલ દેશની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલમાંથી આ આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે. ગુજરાતમાં 1700 થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન ભારત અંતર્ગત સારવાર પૂરી પાડશે.
આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કેવી રીતે કરવું?
સૌપ્રથમ પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ https://beneficiary.nha.gov.in/ વેબસાઇટ પર જવાનું રહેશે.
હવે તમને હોમ પેજ પર મેનુ બારમાં ઉપર ત્રણ લાઈન પર ક્લિક કરવાનું રહેશે અને ત્યાં નીચે તમને Download Ayushman Card નું ઓપ્શન જોવા મળશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
હવે આવેલ ફોર્મ માં ત્યાર બાદ આધાર સિલેક્ટ કરી ને Scheme મા PMJAY સિલેક્ટ ક્રિયા બાદ તમારું રાજ્ય માં આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું કરીશું અને તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલ નંબર પર એક OTP આવશે તે અહીંયા ENTER OTP માં દાખલ કરવાનો રહેશે. અને Verify બટન પર ક્લિક કરવાનું રહેશે.
હવે એક નવું પેજ ખુલશે અને ત્યાં તમારું નામ અને આયુષ્માન કાર્ડ ક્યારે બનાવેલું છે અને કઈ યોજના હેઠળ આવે છે એ જોવા મળશે અને બાજુ માં Download Card પર ક્લિક કરીને તમે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
મહત્વપૂર્ણ લિંક:
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | હવે જોડાઓ |