GSEB HSC Percentile Rank Count 2025 : ધોરણ 12 માં પર્સેન્ટાઇલ રેન્ક એટલે શું ? જાણો Percentile Rank વિશે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 પરિણામ પર્સેન્ટાઇલ રેન્ક માં જાહેર કરવામાં આવેલ છે,
ધોરણ 12 માં પર્સેન્ટાઇલ રેન્ક એટલે શું
Percentile Rank વિદ્યાર્થીઓના એક સમૂહના દેખાવની મુલવણી કરવાની આ એક જુદી પદ્ધતિ છે, જે પ્રણાલિકાગત ટકાવારીનીપદ્ધતિથી થોડીક જુદી પડે છે. હાલ સુધીની પ્રચલિત પદ્ધતિ મુજબ વિદ્યાર્થીએ મેળવેલ કુલ ગુણને વિષયની સંખ્યા વડે ભાગી જે આંક આવે તેને ટકાવારી તરીકે ઓળખવાની પ્રથા અમલમાં હતી. જયારે Percentile Rank ની થીયરીમાં વિધાર્થીઓના સાપેક્ષ દેખાવની મુલવણી થાય છે. આ સાપેક્ષતા વિધાર્થીઓના એક મોટા જૂથ સમૂહ તથા જુદા જુદા સમયકાળ માટે પણ સરખામણી કરવાનું એક વાજબી સાધન બની રહે છે.
ધોરણ 12 પર્સેન્ટાઈલની ગણતરી આ રીતે થાય છે
Percentail Rank ની ગણતરી : કોઈ એક મૂલ્યાંકનમાં x માકર્સ મેળવનાર વિદ્યાર્થીઓ આખા સમુહમાં કેટલા વિદ્યાર્થીઓથી આગળ છે, અર્થાત્ રેન્કના ક્રમમાં તેમની પાછળ કેટલો સમૂહ છે તેની સરખામણી સો ટકાનાસ્કેલમાં કરવાની છે. દા.ત., કેટલાક વિધાર્થીઓએ 700 માંથી 573(X)ગુણ પ્રાપ્ત કર્યા હોય અને 0 થી 572 ગુણ પ્રાપ્ત કરનારની સંખ્યા 95,000 (L) હોય અને કુલ વિદ્યાર્થી સમૂહ 1,00,000(n) હોય તો ઉક્ત 573 i.e.Xગુણ મેળવનાર વિધાર્થીઓની Percentile Rank 95,000 / 1,00,000 x 100 અર્થાત્ 95.00 થાય. બીજા શબ્દોમાં કહીએ તો આ વિધાર્થી કુલ વિદ્યાર્થીઓના TQP 5% વિધાર્થીઓમાં આવે છે.
આમ , Percentile Rank = L/ n x 100
જ્યાં
- X= જે ગુણ સંખ્યા પર Percentile Rank કાઢવાની છે તે
- L= 0 થી 572 ગુણ મેળવનાર વિધાર્થીઓની કુલ સંખ્યા
- n= 0થી 700 ગુણ મેળવનાર તમામ વિધાર્થીઓની સંખ્યા

ધોરણ 12 પરિણામ ગ્રેડિંગ સિસ્ટમ 2025

Leave a Comment