નવા વર્ષથી ધો. ૬થી૮માં શ્રીમદ ભગવદગીતાના પાઠ ભણાવાશેઃ અમદાવાદ, શુક્રવાર ધો.૬થી૮માં ગીતાના પાઠ ભણાવવાની જાહેરાત રાજ્યની જૂની સરકારમાં બે વર્ષ પહેલા કરવામાં આવી હતી. પરંતુ પાઠય પુસ્તક તૈયારન થઈ શકતા ચાલુ શૈક્ષણિક વર્ષથી અમલ થઈ શક્યો ન હતો.
અમદાવાદ, શુક્રવાર ધો.૬થી૮માં ગીતાના પાઠ ભણાવવાની જાહેરાત રાજ્યની જૂની સરકારમાં બે વર્ષ પહેલા કરવામાં આવી હતી. પરંતુ પાઠય પુસ્તક તૈયારન થઈ શકતા ચાલુ શૈક્ષણિક વર્ષથી અમલ થઈ શક્યો ન હતો. દરમિયાન આજે ગીતા જયંતિના દિવસે સરકાર દ્વારા તાબડતોબ ધો. ૬ થી ૮ના વિદ્યાર્થીઓ માટે ગીતાના સિદ્ધાંતો- મૂલ્યો આધારીત પુસ્તક લોન્ચ કરી દેવાયુ છે. જો કે હજુ સુધી સ્કૂલોને વિતરણ કરવાના પુસ્તકો છપાયા ન હોવાથી આગામી સમયમાં પુસ્તકનું પ્રિન્ટીંગ કરાશે અને નવા શૈક્ષણિક સત્ર પહેલા સરકારી-કોર્પોરેશન સ્કૂલોમાં ધો. ૬થી૮ના ૧૮ લાખ વિદ્યાર્થીઓને ગીતાના પુસ્તકનું વિતરણ થશે.
નવા વર્ષથી ધો. ૬થી૮માં ગીતાના પાઠ ભણાવાશે
આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫થી ધો. ૬થી૮માં સરકારી- ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં ગીતાના પાઠ ભણાવાશે.હાલ પાઠય પુસ્તક મંડળ દ્વારા સર્વાંગી શિક્ષણ : અંતર્ગત શ્રીમદ ભગવદ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોનું ભાગ-૧નું પુસ્તક તૈયાર કરી દેવાયુ છે. સંસ્કૃતના શ્લોકો ઉપરાંત ગુજરાતીમાં ભાષાંતર અને સચિત્ર નિરૂપણ પુસ્તકમાં કરવામા આવ્યુ છે. શ્લોકો-શબ્દાર્થ અને રંગીન ચિત્રો સાથેના ભાગ-૧ના પુસ્તકમાં કુલ ૧૦ પ્રકરણ છે.
૧૮ લાખ પુસ્તકનું સરકારી સ્કૂલોમાં વિતરણ થશે
ધો.૬થી૮માં ભાગ-૧નું પુસ્તક ભણાવાશે.૫.૯થી૧૦માં ભાગ-રનું અને ધો.૧૧-૧૨માં ભાગ-૩નું પુસ્તક ભણાવાશે. ક્રમશઃ તબક્કાવાર અમલ કરાશે. હાલ નવા વર્ષથી ભાગ-૧નું જ પુસ્તક દથીટમાં ભણાવાશે. રાજ્યની સરકારી-ગ્રાન્ટેડ અને કોર્પોરેશન સ્કૂલોમાં ધો. ૯થીટના ૧૮ લાખ બાળકો માટે ૧૮ લાખ જેટલા પુસ્તકોનું પ્રિન્ટીંગ કરીને મફત વિતરણ કરાશે. જ્યારે ખાનગી સ્કૂલો ના વિદ્યાર્થીઓ માટે પણ પુસ્તકો પ્રિન્ટ કરીને બજારમાં મુકાશે પરંતુ હાલ પુસ્તકની કિંમત નક્કી કરાઈ નથી. કોસ્ટિંગ કાઢીને મંડળ દ્વારા પુસ્તકની કિંમત નક્કી કરાશે અને તે કિંમતથી ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓએ પુ પુસ્તક ખરીદવાનું રહેશે. ફરજીયાત તમામ સ્કૂલોમાં ગીતાનું આ વિતરણ થશે પુસ્તક ભણાવાશે અને પરીક્ષા પણ લેવાશે.
હિન્દી-અંગ્રેજી માધ્યમના બાળકોને ગીતાનું જ્ઞાન નહીં મળે
મહત્વનું છે કે સરકાર દ્વારા હાલ ગુજરાતી માધ્યમની સ્કૂલો માટે જ પુસ્તક તૈયાર કરાયુ છે. હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં પુસ્તક ન હોવાથી અંગ્રેજી કે હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓને ગીતાનું જ્ઞાન નહીં મળે. સરકાર દ્વારા ભવિષ્યમાં ભાષાંતર કરીને અન્ય માધ્યમમાં પણ પુસ્તક તૈયાર કરવાની વિચારણા છે. અગાઉની સરકારમાં તત્કાલીન શિક્ષણ મંત્રી દ્વારા ૨૦૨૨-૨૩થી સ્કૂલોમાં અમલ કરવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ હવે અંતે બે વર્ષ બાદ ૨૦૨૪- ૨૫થી અમલ થશે.
શ્રીમદ ભગવદગીતા નવુ પાઠયપુસ્તક PDF : અહિં ક્લીક કરો
મહત્વપૂર્ણ લિંક:
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | હવે જોડાઓ |