Surya Namaskar Competition : રાજય યોગ બોર્ડ દ્વારા યોગના પ્રચાર પ્રસાર અર્થે તેમજ યોગ અંગે જાગૃતિ લાવવા માટે જિલ્લા / મહાનગરપાલિકા /તાલુકા કક્ષાએ યોગ શિબિરો, યોગ સંવાદ, યોગ જાગરણ રેલી, યોગ પે ચર્ચા તેમજ અલગ અલગ યોગના કાર્યક્રમો યોજવામાં આવે છે.જે પૈકી યોગનો પ્રચાર પ્રસાર થાય અને યોગને પ્રોત્સાહન મળે તે માટે આ વર્ષે પ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવાનું નકક્કી કરવામાં આવેલ છે. જેનો હેતુ, વર્ણન અને શરતોની વિગત નીચે મુજબ છે.
રાજય યોગ બોર્ડ દ્વારા યોગના પ્રચાર પ્રસાર અર્થે તેમજ યોગ અંગે જાગૃતિ લાવવા માટે જિલ્લા / મહાનગરપાલિકા /તાલુકા કક્ષાએ યોગ શિબિરો, યોગ સંવાદ, યોગ જાગરણ રેલી, યોગ પે ચર્ચા તેમજ અલગ અલગ યોગના કાર્યક્રમો યોજવામાં આવે છે.જે પૈકી યોગનો પ્રચાર પ્રસાર થાય અને યોગને પ્રોત્સાહન મળે તે માટે આ વર્ષે પ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવાનું નકક્કી કરવામાં આવેલ છે. જેનો હેતુ, વર્ણન અને શરતોની વિગત નીચે મુજબ છે.
Surya Namaskar Competition
સૂર્ય નમસ્કાર સ્પર્ધાનો ઉદેશઃ
સૂય નમસ્કાર એ સૂર્યની ઉપાસના માટે છે જેનાથી ઉર્જા અને શકિત મળે છે. સાથે યોગ એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને લોકોમાં યોગ અંગે જાગૃતિ આવે અને બહોળા પ્રમાણમાં યોગનો પ્રચાર પ્રસાર થાય તેમજ સૂર્ય નમસ્કારમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પ્રોત્સાહન મળે તે માટેનો છે.
રાજય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત સૂર્ય નમસ્કાર સ્પર્ધા અંગેના આયોજન બાબત પરિપત્ર
યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા” ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જુનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ર૧મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.
જેના ભાગરૂપે ગુજરાત સરકારશ્રી દ્વારા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના તા.૨૧/૦૬/૨૦૧૯ ના ઠરાવથી ” ગુજરાત રાજય યોગ બોર્ડ” ની રચના કરવામાં આવેલ છે. યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું વર્ણનઃ
સૂર્ય નમસ્કાર સ્પર્ધા ગ્રામ્ય કક્ષાથી શરૂ કરી રાજય કક્ષા સુધી યોજાનાર છે. જે ગ્રામિણ અને શહેરી વિસ્તારમાં અલગ અલગ થનાર છે. સૂર્ય નમસ્કાર સ્પર્ધા એ ચાર તબકકામાં રહેશે. જેમાં સૌ પ્રથમ ગ્રામ્ય અને ન.પા. અને મનપા વોર્ડ કક્ષાએ સ્પર્ધા થશે. જેમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન માટે વય મર્યાદા કેટેગરી વાઈઝ નીચે મુજબ છે. (કટ ઓફ ડેટ તા.૦૧/૦૧/૨૦૨૪ ની સ્થિતિએ)
પસંદગી પ્રક્રિયા:
(૧) પ્રથમ તબકકામાં ગ્રામ્ય કક્ષાએ કુલ: ૦૬ શ્રેષ્ઠ સ્પર્ધક જેમાં વય જુથ મુજબ એક ભાઈ અને એક બહેનની પસંદગી કરવામાં આવશે. અને તે જ રીતે ન.પા. અને મનપા વોર્ડ કક્ષાએ જેમાં વય જુથ મુજબ એક ભાઈ અને એક બહેનની પસંદગી કરવામાં આવશે.
(ર) બીજા તબકકામાં ગ્રામ્ય કક્ષાના વિજેતા ૦૬ સ્પર્ધક અને ન.પા. વોર્ડના વિજેતા ૦૬ સ્પર્ધકએ તાલુકા હેડ કર્વાટર કક્ષાએ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. અને તે જ રીતે મનપા વોર્ડ કક્ષાના વિજેતા ૦૬ સ્પર્ધકએ મહાનગરપાલિકા ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શકશે. જેમાં પણ વય જુથ મુજબ એક ભાઈ અને એક બહેનની પસંદગી કરવામાં આવશે.
(૩) ત્રીજા તબકકામાં તાલુકા કક્ષાના વિજેતા ૦૬ સ્પર્ધક અને નગરપાલિકા વોર્ડના ૦૬ સ્પર્ધક કુલઃ ૧૨ સ્પર્ધકએ જિલ્લા કક્ષાએ અને તે જ રીતે મહાનગરપાલિકા ઝોન કક્ષાના વિજેતા ૦૬ સ્પર્ધકએ મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શકશે. જેમાં કોમન રેન્ક થઈ થશે જેમાં ૦૩ ભાઈઓ અને 03 બહેનો પ્રથમ, દ્રિતિય અને તૃતિય એ રીતે પસંદગી થશે.
(૪) ચોથા તબકકામાં જિલ્લા કક્ષાના વિજેતા ૦૬ સ્પર્ધક રાજય કક્ષાએ અને તે જ રીતે મહાનગરપાલિકા કક્ષાના વિજેતા ૦૬ સ્પર્ધક પણ રાજય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
ઉપર દર્શાવેલ મુજબ પસંદગી પામેલ સ્પર્ધકોએ જે તે કક્ષા મુજબ થનાર સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં હાજર રહેવાનું રહેશે. જેમાં ગ્રામ્ય / વોર્ડ / તાલુકા / નગરપાલિકા / ઝોન કક્ષાએ ભાગ લેનારને સ્વખર્ચે આવવાનું રહેશે. જયારે જિલ્લા / મહાનગરપાલિકા અને રાજય કક્ષાની સ્પર્ધા માટે આવનાર સ્પર્ધકને અને તેમની સાથે આવનાર એક વ્યકિતને ટી.એ./ડી.એ. આપવામાં આવશે. અન્ય કોઈ સુવિધાઓ આપવામાં આવનાર નથી.
(૧) ગ્રામ્ય કક્ષાએ / ન.પા. અને મનપા વોર્ડ કક્ષાએ પસંદગી કરવા માટે કુલ: ૦૪ લોકોની ટીમ બનાવવામાં આવશે. જેમાં શાળાના વ્યાયામ શિક્ષક (ન હોય ત્યાં અન્ય શિક્ષક), ગુજરાત રાજય યોગ બોર્ડના યોગ કોચ / યોગ ટ્રેનર, યોગ સાથે સંકળાયેલ NGOs કે સંસ્થાઓના કોઈ પણ એક સભ્ય અને એક ટેકનીકલ નિષ્ણાંતની ટીમ રહેશે. જે ગ્રામ્ય કક્ષાએ/ન.પા. અને મનપા વોર્ડ કક્ષાએ લેવલે યોજાનાર સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારની પસંદગી કરશે. અને તેઓના નામ ગુજરાત રાજય યોગ બોર્ડને આપશે.
(ર) તાલુકા કક્ષાએ / ઝોન કક્ષાએ પસંદગી કરવા માટે કુલ: ૦૪ લોકોની ટીમ બનાવવામાં આવશે. જેમાં શાળાના વ્યાયામ શિક્ષક (ન હોય ત્યાં અન્ય શિક્ષક), ગુજરાત રાજય યોગ બોર્ડના યોગ કોચ/ યોગ ટ્રેનર, યોગ સાથે સંકળાયેલ NGOs કે સંસ્થાઓના કોઈ પણ એક સભ્ય અને એક ટેકનીકલ નિષ્ણાંતની ટીમ રહેશે. જે જિલ્લા કક્ષાએ/મહાનગરપાલિકા કક્ષાએ લેવલે યોજાનાર સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારની પસંદગી કરશે. અને તેઓના નામ ગુજરાત રાજય યોગ બોર્ડને આપશે.
(૩) જિલ્લા કક્ષાએ / મહાનગરપાલિકા કક્ષાએ પસંદગી કરવા માટે કુલ: ૦૪ લોકોની ટીમ બનાવવામાં આવશે. જેમાં ગુજરાત રાજય યોગ બોર્ડના ઝોન કોર્ડીનેટર, જિલ્લા / મહાનગરપાલિકાના યોગ કોર્ડીનેટર, યોગ સાથે સંકળાયેલ NGOs કે સંસ્થાઓના કોઈ પણ એક સભ્ય અને એક ટેકનીકલ નિષ્ણાંતની ટીમ રહેશે. જે રાજય લેવલે યોજાનાર સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારની પસંદગી કરશે. અને તેઓના નામ ગુજરાત રાજય યોગ બોર્ડને આપશે.
(૪) રાજય કક્ષાએ પસંદગી કરવા માટે કુલ: ૦૮ લોકોની ટીમ બનાવવામાં આવશે. જેમાં ગુજરાત રાજય યોગ બોર્ડના સ્ટેટ કોર્ડીનેટર, ઝોન કોર્ડીનેટર, જિલ્લા કોર્ડીનેટર, મહાનગરપાલિકા યોગ કોર્ડીનેટર, યોગ સાથે સંકળાયેલ NGOs કે સંસ્થાઓના કોઈ પણ બે સભ્ય અને બે ટેકનીકલ નિષ્ણાંતની ટીમ રહેશે. જે અગાઉ યોજાયેલ સ્પર્ધામાં રેફરી / જજ તરીકે રહી ચુકયા હોય તેઓની રહેશે. જે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારની પસંદગી કરશે. અને તેઓના નામ ગુજરાત રાજય યોગ બોર્ડને આપશે.
સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન:
ગ્રામ્ય કક્ષાએ આયોજન થનાર સૂર્ય નમસ્કાર સ્પર્ધા ગામની કોઈ પણ શાળામાં તેનું આયોજન કરવાનું રહેશે. અને ન.પા. અને મનપા વોર્ડ કક્ષાએ આયોજન થનાર સૂર્ય નમસ્કાર સ્પર્ધા શહેરી વિસ્તારની કોઈ પણ શાળામાં તેનું આયોજન કરવાનું રહેશે. સ્થળની વિગત જે તે કમિટિના સભ્ય સચિવએ આપવાની રહેશે. તાલુકા કક્ષાએ આયોજન થનાર સૂર્ય નમસ્કાર સ્પર્ધા તાલુકાની કોઈ પણ શાળામાં તેનું આયોજન કરવાનું રહેશે. અને ઝોન કક્ષાએ આયોજન થનાર સૂર્ય નમસ્કાર સ્પર્ધા નગરપાલિકા વિસ્તારની કોઈ પણ શાળામાં તેનું આયોજન કરવાનું રહેશે. સ્થળની વિગત જે તે કમિટિના સભ્ય સચિવએ આપવાની રહેશે. જિલ્લા કક્ષાએ આયોજન થનાર સૂર્ય નમસ્કાર સ્પર્ધા જિલ્લાની કોઈ પણ શાળામાં તેનું આયોજન કરવાનું રહેશે. અને મહાનગરપાલિકા કક્ષાએ આયોજન થનાર સૂર્ય નમસ્કાર સ્પર્ધા મહાનગરપાલિકા વિસ્તારની કોઈ પણ શાળામાં તેનું આયોજન કરવાનું રહેશે. સ્થળની વિગત જે તે કમિટિના સભ્ય સચિવએ આપવાની રહેશે. રાજય કક્ષાએ આયોજન થનાર સૂર્ય નમસ્કાર સ્પર્ધા અમદાવાદ ખાતે આયોજન થનાર છે જેના સ્થળની વિગત ગુજરાત રાજય યોગ બોર્ડએ આયોજન કરવાનું રહેશે.
સૂર્ય નમસ્કાર સ્પર્ધાના પુરસ્કારની રકમ
ગ્રામ્ય/શાળા / વોર્ડ કક્ષાએ કેટેગરી વાઈઝ વિજેતા જાહેર કરાશે અને તેઓને રોકડ રાશિ ૧૦૧/- રૂપિયા આપવામાં આવનાર છે જેમાં ગ્રામ્ય / શાળા / વોર્ડ કક્ષાએ વિજેતા થશે તેઓને તાલુકા / નગરપાલિકા / ઝોન કક્ષાએ ભાગ લેવા જણાવવામાં આવશે. અને તેમાં વિજેતા થયેલ સ્પર્ધક વય જુથ મુજબ એક ભાઈ અને એક બહેનને પુરસ્કાર રૂપે રૂા. ૧૦૦૦/- રૂપિયા આપવામાં આવશે અને તેમાંથી વિજેતા થશે તેઓને જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ ભાગ લેવાનો રહેશે તથા તેમાંથી વિજેતા થયેલ સ્પર્ધકને રાજય કક્ષાએ ભાગ લેવાની તક મળશે અને અંતિમ રાજય કક્ષાએ ૦૬ લોકો જેમાં 03- ભાઈઓ અને 03-બહેનોની પસંદગી કરવામાં આવશે. વિજેતા થયેલ ખેલાડીઓને જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ પ્રથમ આવનાર પુરૂષ અને પ્રથમ આવનાર સ્ત્રી ઉમેદવારને રૂા. ૨૧,૦૦૦/- દ્રિતિય આવનાર પુરૂષ અને દ્રિતિય આવનાર સ્ત્રી ઉમેદવારને રૂા. ૧૫,૦૦૦/- અને તૃતિય આવનાર પુરૂષ અને તૃતિય આવનાર સ્ત્રી ઉમેદવારને રૂા.૧૧,૦૦૦/- ની રાશિ આપવામાં આવનાર છે. જયારે જિલ્લા અને મહાનગરપાલિકામાંથી વિજેતા થયેલ સ્પર્ધક રાજય કક્ષાએ ભાગ લેનાર છે જેમાં પ્રથમ વિજેતા થયેલ ભાઈ અને બહેનને રૂા. ૨,૫૦,૦૦૦/-, દ્રિતીય ભાઈ અને બહેનને રૂા. ૧,૭૫,૦૦૦/- અને તૃતિય ભાઈ અને બહેનને રૂા. ૧,00,000/- રાશિ આપવામાં આવનાર છે.અન્ય જે લોકોએ ભાગ લીધેલ છે તેને પાર્ટીશીપન્ટ કર્યા અંગેનું ડીજીટલ સર્ટીફીકેટ આપવામાં આવશે. વિજેતાઓને આપવાની થતી રકમ તેઓને રોકડ રકમ ચેક સ્વરૂપે ડી.બી.ટી. માધ્યમથી તેઓના ખાતામાં જમા કરવામાં આવશે અને સાથે પ્રમાણપત્ર આપવામાં આવશે સાથે મેડલ, સોલ વિગેરે આપી સન્માન કરવામાં આવશે એ મુજબનું આયોજન કરવામાં આવેલ છે.
ગ્રામ્ય/ન.પા. અને મનપા વોર્ડ કક્ષાએ ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયાઃ
ગ્રામ્ય/ન.પા. અને મનપા વોર્ડ કક્ષાએ ભાગ લેવા માટે સૌ પ્રથમ દરેક સ્પર્ધક પાસેથી ઓનલાઈન લીંકના માધ્યમથી રજીસ્ટ્રેશન કરવા માટેનું આયોજન કરવામાં આવેલ છે. રજીસ્ટ્રેશન વખતે ભાગ લેનાર સ્પર્ધક તેઓની પ્રાથમિક માહિતી એટલે કે નામ, મોબાઈલ નંબર, ગામનું નામ, તાલુકો, વોર્ડ નંબર, જિલ્લાનું નામ પસંદ કરશે. રજીસ્ટ્રેશન કરવા માટેનો સમયગાળો ૦૭ દિવસનો રહેશે. દરેક સ્પર્ધકને મોબાઈલ નંબર / ઈ-મેઈલ આઈ.ડી.ના માધ્યમથી જાણ કરવામાં આવશે. ગ્રામ્ય / ન.પા. અને મનપા વોર્ડ / તાલુકા / નગરપાલિકા / ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકને સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરનાર જ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. સ્થળ ઉપર હાજર થનાર યોગ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહી તે મુજબનું આયોજન કરવામાં આવેલ છે.
સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન વેબસાઈટ
સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન લીંક: https://snc.gsyb.in છે. રજીસ્ટ્રેશન અંગેનો પાસવર્ડઃ શાળા / કોલેજ અંગેનો પાસવર્ડ સ્કુલ / કોલેજના જવાબદાર વ્યકિતને આપવાનો રહેશે અને તેમના દ્વારા રજીસ્ટ્રેશનની કામગીરી થાય અને સ્પર્ધા પૂર્ણ થયે વિજેતા અંગેની યાદી અપલોડ કરવાની કામગીરી થાય તે જોવાનું રહેશે.
મહત્વપૂર્ણ લિંક:
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | હવે જોડાઓ |