Cyclone Michaung: આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓડિશા, પુડુચેરીની સાથે કેન્દ્રએ પણ ચક્રવાત ‘માઈચોંગ’ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે તેઓ દેશના પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોની સરકારોના સતત સંપર્કમાં છે.
Cyclone Michaung: વાતાવરણમાં આવેલા બદલાવને કારણે ફરી એકવાર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. ભારે પવન ફૂંકાશે. આ અંગેની જાણકારી હવામાન વિભાગે આપી દીધી છે. આ રાજ્યો ચક્રવાત ‘મિચોંગ’થી ખતરામાં છે, ભારે વરસાદ અને તેજ પવનની શક્યતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે તેઓ દેશના પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોની સરકારોના સતત સંપર્કમાં છે. તેમણે રવિવારે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી સાથે વાત કરી અને તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી.
Cyclone Michaung
આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓડિશા, પુડુચેરીની સાથે કેન્દ્રએ પણ ચક્રવાત ‘માઈચોંગ’ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે તેઓ દેશના પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોની સરકારોના સતત સંપર્કમાં છે. તેમણે તમિલનાડુ, પુડુચેરી, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભાજપના કાર્યકરોને રાહત અને બચાવ કામગીરીમાં જોડાવા અને સ્થાનિક વહીવટીતંત્રને મદદ કરવા અપીલ કરી હતી. વડા પ્રધાને રવિવારે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી સાથે વાત કરી અને તેમને તમામ શક્ય મદદની ખાતરી આપી.
પીટીઆઈ અનુસાર, ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ એક બુલેટિનમાં જણાવ્યું છે કે બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન રવિવારે ચક્રવાતી તોફાન ‘મિચોંગ’માં પરિવર્તિત થયું છે. તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે અને સોમવારે દક્ષિણ આંધ્રપ્રદેશ અને અડીને આવેલા ઉત્તર તમિલનાડુના કિનારે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે. જો કે ગુજરાતને આ વાવાઝોડાની સીધી અસર થઈ નથી. તેની દિશા અલગ હોવાથી ગુજરાત માટે કોઈ ચિંતા નથી. હવામાન બદલાઈ શકે છે અને પવનની ગતિ સામાન્ય કરતા થોડી વધુ ઝડપી હોઈ શકે છે.
110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
તે પછી ઉત્તર તરફ આગળ વધશે અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે સમાંતર ચાલશે અને 5 ડિસેમ્બરની બપોરે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરશે, નિવેદનમાં જણાવાયું છે. આ ચક્રવાતની હિલચાલને કારણે પવનની ઝડપ 80-90 કિમી પ્રતિ કલાકથી લઈને 110 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે.
NDRFની ટીમો તૈનાત-
NDRF એ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં 21 ટીમો તૈનાત કરી છે અને 8 વધારાની ટીમો તૈયાર રાખવામાં આવી છે. જહાજો અને વિમાન તેમજ કોસ્ટ ગાર્ડ, આર્મી અને નેવીની બચાવ અને રાહત ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. એસએમએસ અને વેધર બુલેટિન દ્વારા સ્થાનિક ભાષાઓમાં એલર્ટ જારી કરવામાં આવી રહ્યા છે. માછીમારો અને બોટ સલામત સ્થળે પરત ફર્યા છે. આવશ્યક ચીજવસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક વહીવટીતંત્રે ચોવીસ કલાક દેખરેખ માટે પૂરતી સંખ્યામાં અધિકારીઓ તૈનાત કર્યા છે.
મહત્વપૂર્ણ લિંક:
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | હવે જોડાઓ |