Whatsapp : મેટાની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ તેના યુઝર્સ માટે ડ્યુઅલ એકાઉન્ટ ફીચર લાવી રહ્યું છે. આ ટૂંક સમયમાં દરેક માટે રોલઆઉટ કરવામાં આવશે, ત્યારબાદ યુઝર્સ ફોનની એક વ્હોટ્સએપ એપમાં બે અલગ-અલગ નંબરથી એકાઉન્ટ બનાવી શકશે. આ ફીચર ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવી એપ જેવી એક એપમાં બે એકાઉન્ટમાં લોગઈન કરવાનો વિકલ્પ આપે છે.
Meta CEO માર્ક ઝકરબર્ગે ગુરુવારે ફેસબુક પોસ્ટમાં WhatsAppના આ આગામી ફીચર વિશે માહિતી આપી હતી. આ સાથે તેમણે એક સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે, જેમાં એકાઉન્ટ સ્વિચ કરવાનો વિકલ્પ દેખાઈ રહ્યો છે.
ડ્યુઅલ Whatsapp એકાઉન્ટ ફીચર કેવી રીતે કામ કરશે?
- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડ્યુઅલ વ્હોટ્સએપ એકાઉન્ટ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સની પાસે ડ્યુઅલ નંબર સપોર્ટવાળો ફોન હોવો જરૂરી છે.
- અપડેટ રોલઆઉટ થયા બાદ યુઝર્સને વ્હોટ્સએપ ના સેટિંગમાં ‘Add Account’ નો વિકલ્પ મળશે.
- તે વિકલ્પ દ્વારા,યુઝર્સને એક એપ્લિકેશનમાં બે એકાઉન્ટ બનાવી શકશે અને બંને એકાઉન્ટ માટે અલગ-અલગ સેટિંગ્સને કસ્ટમાઇઝ કરી શકશે.
PayTm CEOએ વ્હોટ્સએપ ના નવા ફીચરની પ્રશંસા કરી
PayTmના CEO અને સ્થાપક વિજય શેખર શર્માએ WhatsAppના નવા ફીચરની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટના જવાબમાં તેણે લખ્યું, ‘નવું ફીચર ભારતીય બજાર માટે ગેમ ચેન્જર બની શકે છે.
મહત્વપૂર્ણ લિંક:
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | હવે જોડાઓ |