Shradh List 2023 : શ્રાદ્ધ 2023 ની શરૂઆત ગણપતિ બાપ્પાની વિદાય થતાં જ થઇ જશે. એટલે કે, અનંત ચતુર્દશીના આગામી દિવસથી પિતૃ પક્ષની શરૂઆત થઇ જશે. હવે થોડા દિવસો મા શ્રાદ્ધ શરૂ થશે. શ્રાદ્ધ મા દરેક લોકો પોતાના પિતૃઓને ખુશ કરવા માટે પીપળે પાણી રેળવા અને શ્રાદ્ધ સહિતના કાર્યો કરતા હોય છે. હિંદુ સંસ્કૃતિ મા શ્રાદ્ધ તિથી અનુસાર કરવામા આવે છે. એટલે કે પિતૃની જે તીથી હોય તે દિવસે શ્રાદ્ધ કાર્ય કરવામા આવે છે. થોડા દિવસોમા જ શ્રાદ્ધ પક્ષ શરૂ થનાર છે. શ્રાદ્ધ દરમિયાન લોકોએ ગુમાવેલ પોતાના સ્વજનો પાછળ હિંદુ વિધિ કરતા હોય છે.શ્રાદ્ધ કર્મ વખતે ખાસ ધ્યાનમાં રાખવાની 10 બાબતો આ આર્ટિકલ માં જોઈશું.
Table of Contents
Shradh List 2023 / કઈ તારીખે કયું શ્રાદ્ધ
તારીખ | વાર | શ્રાદ્ધ |
29 સપ્ટેમ્બર 2023 | શુક્ર | પૂર્ણિમા શ્રાદ્ધ |
29 સપ્ટેમ્બર 2023 | શુક્ર | એકમ શ્રાદ્ધ |
30 સપ્ટેમ્બર 2023 | શનિ | દ્વિતિયા શ્રાદ્ધ |
01 ઓક્ટોબર 2023 | રવિ | તૃતીયા શ્રાદ્ધ |
02 ઓક્ટોબર 2023 | સોમ | ચતુર્થી શ્રાદ્ધ |
03 ઓક્ટોબર 2023 | મંગળ | પંચમી શ્રાદ્ધ |
04 ઓક્ટોબર 2023 | બુધ | ષષ્ઠી શ્રાદ્ધ |
05 ઓક્ટોબર 2023 | ગુરૂ | સપ્તમી શ્રાદ્ધ |
06 ઓક્ટોબર 2023 | શુક્ર | અષ્ટમી શ્રાદ્ધ |
07 ઓક્ટોબર 2023 | શનિ | નવમી શ્રાદ્ધ |
08 ઓક્ટોબર 2023 | રવિ | દશમી શ્રાદ્ધ |
09 ઓક્ટોબર 2023 | સોમ | એકાદશી શ્રાદ્ધ |
11 ઓક્ટોબર 2023 | બુધ | દ્વાદશી શ્રાદ્ધ |
12 ઓક્ટોબર 2023 | ગુરુ | ત્રયોદશી શ્રાદ્ધ |
13 ઓક્ટોબર 2023 | ચતુર્દશી શ્રાદ્ધ | શુક્ર |
14 ઓક્ટોબર 2023 | શનિ | સર્વ પિતૃ અમાવસ્યા |
શ્રાદ્ધ લીસ્ટ 2023
હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે આપણે પૂર્વજોનું શ્રાદ્ધ સંસ્કાર અને પિંડ દાન કરવું જોઈએ, તેનાથી પિતૃઓને આત્માને શાંતિ મળે છે. જે લોકોને તેમના પિતૃઓની શ્રાદ્ધ તિથી કઇ છે તે ખબર નથી તે લોકો છેલ્લુ શ્રાદ્ધ એટલે જે સર્વપિતૃ અમાસ ને દિવસે શ્રાદ્ધ કાર્ય કરી શકે છે. પૂર્વજોના આત્માની સદગતિ અને શાંતિ માટે તેમજ પિતૃના આશિષ મેળવવા માટે શ્રાદ્ધ તર્પણ કરવું જરૂરી છે. પિતૃઓનું શ્રાદ્ધ કરાવતી વખતે બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પૂર્વજ પ્રસન્ન થઇ આશીર્વાદ આપે છે. આ દરમિયાન પૂર્વજોની મૃત્યુ તિથિ અનુસાર, શ્રાદ્ધ કરવાની પરંપરા છે. જે પિતૃઓની મૃત્યુ તિથિ જ્ઞાત નથી હોતી તેઓનું શ્રાદ્ધ અમાવસ્યા તિથિના દિવસે કરવામાં આવે છે.
શ્રાદ્ધ કર્મ વખતે ખાસ ધ્યાનમાં રાખવાની 10 બાબતો
- પિતાનુ શ્રાદ્ધ પુત્ર દ્વારા જ થવુ જોઈએ. પુત્ર નહી તો પત્ની, જો પત્ની પણ ન હોય તો સગો ભાઈ શ્રાદ્ધ કરી શકે છે. એકથી વધુ પુત્ર હોય તો સૌથી મોટો પુત્ર શ્રાદ્ધ કર્મ કરી શકે છે.
- બ્રાહ્મણને ભોજન મૌન રહીને કરાવવો જોઈએ. શાસ્ત્રો મુજબ પિતૃ ત્યા સુધી જ ભોજન ગ્રહણ કરે છે જ્યા સુધી બ્રાહ્મણ મૌન રહીને ભોજન કરે.
- બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી તેમને પુર્ણ સન્માન સાથે વિદા કરીને આવો. માન્યતા છે કે બ્રાહ્મણોની સાથે પિતર પણ જાય છે. બ્રાહ્મણ ભોજન પછી તમારા પરિજનોને ભોજન કરાવો.
- શ્રાદ્ધ કર્મમાં ફક્ત ગાયનુ ઘી, દૂધ અને દહીનો ઉપયોગ કરવો જોઈએ.
- શ્રાદ્ધ તિથિ પહેલા જ બાહ્મણોને ભોજન માટે નિમંત્રણ આપો. ભોજન માટે આવેલ બ્રાહ્મણોને દક્ષિણ દિશામાં બેસાડો.
- માન્યતા મુજબ પિતરોને દૂધ, દહી, ઘી અને મધ સાથે અનાજથી બનાવેલા પકવાન જેવા કે ખીર વગેરે પસંદ છે, તેથી બ્રાહ્મણોને આવુ જ ભોજન કરાવો
- ભોજનમાંથી ગાય કુતરા કાગડા દેવતા અને કીડી માટે તેમનો ભાગ અલગથી કાઢી લેવો જોઈએ. ત્યારબાદ હાથમાં જળ ચોખા ચંદન ફુલ અને તલ લઈને સંકલ્પ કરો
- કૂતરા અને કાગળાના નિમિત્ત કાઢવામાં આવેલ ભોજન તેમને જ કરાવવો. દેવતા અને કીડીનુ ભોજન ગાયને ખવડાવવા જોઈએ. બ્રાહ્મણોના મસ્તક પર તિલક લગાવીને તેમને કપડા, અનાજ અને દક્ષિણા દાન કરે આશીર્વાદ પ્રાપ્ત કરવુ.
- જો પિતૃ શાસ્ત્ર વગેરેથી માર્યા ગયા હોય તો તેમનુ શ્રાદ્ધ મુખ્ય તિથિ ઉપરાંત ચતુર્દશીના રોજ પણ કરવુ જોઈએ.
- ધર્મ ગ્રંથો મુજબ સાંજનો સમય બધા કાર્યો માટે નિંદિત છે સાંજનો સમયે શ્રાદ્ધ કર્મ ન કરવો જોઈએ.
મહત્વપૂર્ણ લિંક્સ :
હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |