ApplyOnline Trending Updates

Talati Cum Mantri District Allotment Program : ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) જિલ્લા પસંદગી કાર્યક્રમ જાહેર

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Talati Cum Mantri District Allotment Program : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ધ્વારા જાહેરાત ક્રમાંક-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગનું ફાઇનલ સીલેકટ લીસ્ટ તા ૧૧-૦૮-૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેની નકલ મંડળની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે.આ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવિષ્ટ તમામ ઉમેદવારોને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તા ૨૨-૦૭-૨૦૨૧ ના નોટીફીકેશન નં. KP/ 20/ 2021/ PRR/10/ 2014/106/KH થી પ્રસિધ્ધ કરવામાં આવેલ ગુજરાત પંચાયત સેવા (વર્ગ-૩) ભરતી (પરીક્ષા) નિયમો-૨૦૨૧ ની જોગવાઇ અન્વયે રુબરુ ઓનસ્ક્રિન જિલ્લા પસંદગી(ફાળવણી) કાર્યક્રમમાં નીચેની વિગતે જે તે તારીખ- સમયે મંડળની કચેરીએ અચુક હાજર રહેવા જણાવવામાં આવે છે.

ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) જિલ્લા પસંદગી કાર્યક્રમ

મંડળનું નામગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
જાહેરનામા ક્રમાંક10/202122
આર્ટિકલનું નામTalati Cum Mantri District Allotment Program
આર્ટિકલ ની કેટેગરીSarkari Result
તલાટી કમ મંત્રી જિલ્લા પસંદગી કાર્યક્રમpdf ફાઈલમાં
સત્તાવાર વેબસાઈટhttps://gpssb.gujarat.gov.in/

Talati Cum Mantri District Allotment Program

ઉમેદવારો માટેની સુચના

  • ઉમેદવારે જાતે ઉપરોકત જિલ્લા પસંદગી (ફાળવણી) કાર્યક્રમમાં તેને ફાળવેલ નિયત તારીખ-સમયે અચુક હાજર
    રહેવાનું રહેશે. જિલ્લા પસંદગી કાર્યક્રમમાં ફકત દિવ્યાંગ ઉમેદવારોના વાલીને પ્રવેશ આપવામાં આવશે.
  • ઉમેદવારે પોતાના તમામ અસલ પ્રમાણપત્રો, ફોટો આઇડી પ્રુફ અને કલર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે લાવવાનો રહેશે.
  • કોઇ કારણસર સબંધિત ઉમેદવાર જાતે હાજર રહી શકે તેમ ન હોય તેવી પરિસ્થિતિમાં એફીડેવીટ ઉપર ઓથોરીટી લેટર સાથે અધિકૃત કરેલ વ્યકિતને હાજર રાખી શકશે.
  • સદર ઓથોરીટી લેટર ઉપર ઉમેદવારનો અને જેને અધિકાર આપેલ છે તે વ્યકિતનો ફોટો ચોટાડેલ હોવો જોઇએ અને સદર બંને ફોટા ઉપર સબંધિત ઉમેદવારે સહી કરેલ હોવી જોઇએ. સદર અધિકૃત કરેલ વ્યકિત ધ્વારા કરવામાં આવેલ કાર્યવાહી સબંધિત ઉમેદવારને બંધનકર્તા રહેશે.અધિકૃત કરેલ વ્યકિતએ પોતાના ઓળખપત્રની અસલ અને ઝેરોક્ષ નકલ સાથે રાખવી. ઓથોરીટી લેટર એફીડેવીટ સ્વરુપે હોવો જોઇશે.
  • ઉમેદવારોને ઓનસ્ક્રિન જિલ્લા ફાળવણી ઉમેદવારના મેરીટ ક્રમાનુસાર ફાઇનલ સીલેકશન એન્ડ રેકમન્ડેશન લીસ્ટમાં દર્શાવેલી ઉમેદવારની સીલેકશન કેટેગરી મુજબ ઉમેદવારનો ક્રમ આવે ત્યારે ઉપલબ્ધ જિલ્લાવાર જગ્યા અનુસાર કરવામાં આવશે. ઓનસ્ક્રીન જિલ્લા ફાળવણી માટે જ્યારે ઉમેદવારનો ક્રમ આવે ત્યારે તે સમયે ઉમેદવારા તેઓના ઓથોરાઇઝ પ્રતિનિધિ ફરજિયાત પણે હાજર હોવા જોઇએ, અને જો તે સમયે કોઇ ઉમેદવાર/ ઓથોરાઇઝ પ્રતિનિધિ હાજર રહેશે નહિ તો, તેવા ઉમેદવારે પોતાની ઉમેદવારી કાયમી પણે પાછી ખેંચી લીધી હોવાનું ગણાશે અને ત્યારપછી તે બાબતમાં કોઇપણ દાવો અથવા વિવાદ મંડળ ધ્વારા ગ્રાહ્ય રખાશે નહિ.
  • ઉમેદવાર પોતે તેને ફાળવેલ નિયત તારીખ અને નિયત સમયે ઉપરોકત જિલ્લા પસંદગી (ફાળવણી) કાર્યક્રમમાં હાજર ન રહે અથવા જિલ્લા પસંદ ન કરે અથવા પસંદ કરવાનો ઇન્કાર કરે તેવા કિસ્સામાં આવા ઉમેદવારને નોકરી મેળવવામાં રસ નથી, તેમ માની આવા ઉમેદવારની પસંદગી મંડળ ધ્વારા “રદ” ગણવામાં આવશે, અને આ બાબતે મંડળનો નિર્ણય આખરી રહેશે અને ત્યારપછી આ બાબતે કોઇ પણ દાવો વિવાદ ગ્રાહય રાખવામાં આવશે નહી.
  • પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગરના પત્ર ક્રમાંક:-PRHRDD/MSM/e- File/14/2023/4629/section-kh તા.૨૯-૦૯-૨૦૨૩થી મંડળને મોકલવામાં આવેલ “રીવાઇઝ માંગણાપત્રકો” મુજબ જિલ્લા પંચાયત વાર અને કેટેગરીવાર ભરવાપાત્ર જગ્યાઓ મુજબ મંડળ ધ્વારા જિલ્લા પસંદગી (ફાળવણી) કરવામાં આવશે, જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.
  • પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગરના પત્ર ક્રમાંક:-PRHRDD/MSM/e- File/14/2023/4629/section-kh તા.૨૯-૦૯-૨૦૨૩થી મંડળને મોકલવામાં આવેલ “રીવાઇઝ માંગણાપત્રકો” મુજબ જિલ્લા પંચાયત વાર અને કેટેગરીવાર ભરવાપાત્ર જગ્યાઓનું પત્રક મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in પર મુકવામાં આવેલ છે.

ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) જિલ્લા પસંદગી (ફાળવણી) કાર્યક્રમ

મહત્વપૂર્ણ લિંક્સ :

તલાટી કમ મંત્રી જિલ્લા પસંદગી કાર્યક્રમઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp