update Trending

અંબાજીમાં ભક્તો માટે મોહનથાળ બનાવવાની કામગીરી શરૂ; જુઓ કેટલા બોક્સ બનાવાશે, આ રીતે બને છે પ્રસાદ…

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

અંબાજી મંદિર ટ્રસ્ટ અને કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રસાદ સમિતિ દ્વારા અહીં મેળા દરમિયાન જરૂરીયાત મુજબ રોજે રોજ પ્રસાદ બનાવવામા આવશે. આ માટે એજન્સીને અગાઉના દિવસે પ્રસાદ બનાવવાની જાણ કરવામાં આવશે. 

અંબાજી માતાનો પ્રસાદ

અંબાજી ખાતે દર્શન કરવા આવતા માઈભક્તો માતાજીના દર્શન કર્યા બાદ પોતાના ઘરે મોહનથાળનો પ્રસાદ અચૂક લઈ જતા હોય છે. મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની આગવી ઓળખ છે. ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા માઇભક્તોને પ્રસાદ મેળવવામાં કોઇપણ પ્રકારની અગવડ ન પડે તથા માઇભક્તોને પુરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે અંબાજી ખાતે પ્રસાદ બનાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. 

મેળામાં આવતા યાત્રિકોની સંખ્યાને ધ્યાનમાં રાખી સમગ્ર મેળા દરમિયાન ૪૦ લાખ જેટલાં પ્રસાદના બોક્ષ બનાવવાનું આયોજન છે. અંબાજી મંદિર ટ્રસ્ટ અને કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રસાદ સમિતિ દ્વારા અહીં મેળા દરમિયાન જરૂરીયાત મુજબ રોજે રોજ પ્રસાદ બનાવવામા આવશે. આ માટે એજન્સીને અગાઉના દિવસે પ્રસાદ બનાવવાની જાણ કરવામાં આવશે. 

પ્રસાદ વ્યવસ્થા વિશે માહિતી આપતા તેમણે કહ્યું કે, મેળા દરમિયાન રાઉન્ડ ધ ક્લોક પ્રસાદ બનાવવાની કામગીરી ચાલુ રહેશે. જેના માટે પુરવઠા વિભાગનો સ્ટાફ પણ પુરતા પ્રમાણમાં ગોઠવવામાં આવ્યો છે. પુરતા પ્રમાણમાં સીધુ-સામાન, પ્રસાદની ગુણવત્તાનું ખાસ ધ્યાન રખાશે. ફાયર બ્રિગેડની ટીમ પણ હાજર રહેશે. 

અંબાજી મંદિરમાં રેગ્યુલર પ્રસાદ કેન્દ્રો ચાલુ છે તે તો ચાલુ જ રહેશે પણ તે સિવાય મંદિરમાં યજ્ઞ શાળાની બાજુમાં ૨ પ્રસાદ કેન્દ્ર, ગણપતિ મંદિર પાસે પ્રસાદ કેન્દ્ર, સાત નંબર ગેટ પાસે પ્રસાદ કેન્દ્ર, શક્તિ દ્વાર પાસે પ્રસાદ કેન્દ્ર સહિત વિવિધ જગ્યા ઉપર કુલ અગિયારથી બાર કેન્દ્રો પરથી માઇભક્તોને માતાજીનો મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તેવા પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. 

અંબાજી માતાજીના મોહનથાળ આ વર્ષે મેળામાં આવનાર યાત્રિકોના અંદાજને ધ્યાનમાં રાખી ૪૦ લાખ જેટલાં પ્રસાદના બોક્ષ બનાવવા છે. જેમાં 1050 ઘાણ માટે કુલ- 3,59,835 કિ.લો. બેસન, ઘી, ખાંડ અને ઇલાયચીનો વપરાશ કરવામાં આવશે. જે પૈકી બેસન- 1,05000 કિ.લો., ઘી- 78750 કિ.લો., (5250 ડબ્બા), ખાંડ- 157500 કિ.લો. અને 210 કિ.લો. ઇલાયચી વપરાશે. એજન્સીની દૈનિક 80 ઘાણ બનાવવાની ક્ષમતા છે. 80 ઘાણમાં 30000 કિ.લો. પ્રસાદ બનતો હોય છે એટલે કે રોજના 300000 લાખ પેકેટ બનાવવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક્સ :

હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp