SIM Card Active : તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? અત્યારના સમયમાં ઓનલાઇન ફ્રોડ બહુ વધી રહ્યા છે, બધાને ખબર નથી હોતી કે આપણા નામ પર કેટલા સીમ કાર્ડ ચાલુ છે તે જાણવું આપણા માટે ખૂબ જ મહત્વનું છે. ઘણી વખત આપણી જાણ બહાર આપણા નામ પર કોઈ કાર્ડ વાપરતું હોય છે અને આપણને જાણ પણ હોતી નથી.
SIM Card Active : મારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે?
ટેલિકોમ વિભાગે TAFCOP (ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન) નામનું પોર્ટલ તૈયાર કર્યું છે. tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર દેશમાં એક્ટિવ મોબાઈલ નંબરનો ડેટાબેઝ અપલોડ થયેલો છે. પોર્ટલના માધ્યમથી સ્પૅમ અને ફ્રોડ કોલ્સ કન્ટ્રોલ પણ કરી શકાય છે. તમારા નામે કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે એ માત્ર 30 સેકન્ડમાં જાણી શકો છો.
તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ ચેક કઈ રીતે કરશો ?
તમારા નામ પર કેટલા સીમ ચાલુ છે તે ઓનલાઇન ચેક કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરવા પડશે.
- સૌપ્રથમ tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર ક્લિક કરો.
- અહીં બોક્સમાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરો અને OTPની મદદથી લોગ-ઇન કરો.
- હવે એ બધા નંબરોની વિગતો આવશે, જે તમારા ID પરથી ચાલી રહ્યા છે.
- જો લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમને ખબર નથી, તો તમે તેની જાણ કરી શકો છો.
- આ માટે નંબર પસંદ કરો અને ‘This is not my number’.
- હવે ઉપરના બોક્સમાં IDમાં લખેલું નામ લખો
- હવે નીચે આપેલા રિપોર્ટ બોક્સ પર ક્લિક કરો.
- ફરિયાદ કર્યા બાદ તમને ટિકિટ ID સંદર્ભ નંબર પણ આપવામાં આવશે.
મહત્વપૂર્ણ લિંક:
સીમકાર્ડ ચેક કરવાની લીંક | અહીં ક્લિક કરો |
Home page | અહીં ક્લિક કરો |