શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક)-2023 ની મુખ્ય પરીક્ષા લહિયો વાચક બાબત : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી (ગ્રાન્ટેડ/સ્વનિર્ભર) ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક)-૨૦૨૩ની મુખ્ય પરીક્ષા તા.17/૦9/2023 (રવિવાર) ના રોજ અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ, વડોદરા, સુરત ખાતે યોજવામાં આવનાર છે. ઉપર્યુક્ત વિષય પરત્વે સવિનય જણાવવાનું કે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંદર્ભ-૧ થી શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક)- ૨૦૨૩નું આયોજન કરવા માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
Table of Contents
શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક)-2023 ની મુખ્ય પરીક્ષા લહિયો વાચક બાબત
મંડળનું નામ | ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર |
આર્ટિકલનું નામ | શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક)-2023 ની મુખ્ય પરીક્ષા લહિયો વાચક બાબત |
આર્ટિકલની કેટેગરી | Sarkari Result |
પરિક્ષા તારીખ | 17/૦9/2023 (રવિવાર) ના રોજ |
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ | gseb21@gmail.com |
ઓફિસિઅલ વેબસાઈટ | http://ojas.gujarat.gov.in |
પરવાનગી ધરાવનારના નિરીક્ષકની ફરજો
દરેક બ્લોક સુપરવાઈઝરે પોતાને ફાળે આવતા ઉમેદવાર અને તેને મદદ કરનાર લહીયાની વચ્ચે થતો સંવાદ સાંભળી શકે તેમજ લહીયો ઉમેદવારની સુચના અનુસાર જ ઉત્તરવહીમાં જવાબ લખે છે કે કેમ તે જોઇ શકે તે રીતે તેઓની સામે કે પાસે સતત રીતે બેસવાનું રહેશે.લહીયા/વાચકની ફરજો અંગેની સૂચનાઓના ભંગ બદલ યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે અને આ અંગે સ્થળ સંચાલક/ઝોનલ અધિકારીને જાણ કરવાની રહેશે.
બેઠક વ્યવસ્થા
- બેન્ચમાર્ક ડીસેબિલીટી અને લેખનક્ષમતાની મર્યાદા ધરાવનાર ઉમેદવારની બેઠક વ્યવસ્થા શક્ય હોય ત્યાં સુધી ગ્રાઉન્ડ ફ્લોર પર કરવાની રહેશે. જો આવા ઉમેદવારીની બેઠક નંબર ઉપરના વર્ગખંડમાં હોય તો તેમાં ફેરફાર કરી ગ્રાઉન્ડ ફ્લોરના વર્ગખંડમાં ગોઠવવો, તેમજ તેઓના બેઠક નંબર ધરાવતું પરીક્ષાનું પ્રશ્નપત્ર અને ઉત્તરવહી યથાવત રાખીને પરીક્ષા આપવા દેવી.
- લહીયાની સુવિધા અપાયેલ હોય તેવા ઉમેદવાર માટેની બેઠક વ્યવસ્થા પરીક્ષા શરૂ થયા પૂર્વે જ અલાયદા વર્ગખંડમાં કરવાની રહેશે.
- એક વર્ગખંડ (બ્લોક)માં લહિયાની સુવિધા ધરાવતા વધુ વધુ ચાર જ ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા રહેશે. જેમાં વર્ગખંડના દરેક ખુણામાં એક-એક એમ ચાર ઉમેદવારો બેસે તે રીતે બેઠકોની ગોઠવણી કરવાની રહેશે.
- આ વર્ગખંડમાં લહીયાની મદદ ધરાવતા પ્રત્યેક ઉમેદવાર દીઠ એક બ્લોક સુપરવાઈઝર (ઇન્વીજીલેટર) ને નિમણુંક આપવાની રહેશે.
- આ વર્ગખંડમાં પણ સી.સી.ટી.વી. કેમેરા ધ્વારા લાઇવ રેકોર્ડીંગ ફરજીયાતપણે કરવાનું રહેશે. આ વર્ગખંડમાં બ્લોક સુપરવાઈઝરે ખાસ ધ્યાન રાખવાનું રહેશે, અને કોઇપણ પ્રકારની અનિયમિતતા/ગેરરીતી ન થાય તે જોવાનું રહેશે.
લહિયા/વાચક/ઉમેદવારની ફરજો
- લહીયા/વાચકએ મદદ લેનાર ઉમેદવારને આસાનીથી સ્પર્શી ન શકાય તેટલે દુર બેસવાનું રહેશે.
- લહીયો/વાચક પ્રશ્ન પુસ્તિકા પર તથા ઉત્તરવહી પર અપાયેલ સુચનાઓ ઉમેદવારને કાળજીપૂર્વક વાંચી સંભળાવશે, ઉમેદવારની સુચના મુજબ પ્રશ્નપુસ્તિકાના પ્રશ્નો વાંચી સંભળાવશે તથા ઉમેદવાર જણાવે તે મુજબની વિગતો અને જવાબ યોગ્ય જગ્યાએ લખશે, ઉમેદવારની સુચના મુજબ સમય અંગેની માહિતી આપશે.
- લહીયો/વાચક પોતાની રીતે કોઇપણ જવાબ લખી શકશે નહીં. ઉમેદવારને જવાબ તરફ દોરી જતી બાબતો જણાવશે નહીં કે ઇશારો કરશે નહીં કે એવી કોઇ બાબતો બ્લોક સુપરવાઈઝર સાથે કે વર્ગખંડના અન્યો સાથે ચર્ચા કરશે નહીં.
- જો લહીયો/વાચક ગેરશિસ્ત કે ગેરવર્તણૂંક કરતો જણાશેતો તે માટે લહીયાની મદદ લેનાર ઉમેદવાર જવાબદાર રહેશે તેમજ શિસ્ત-વિષયક કાર્યવાહી માટે જવાબદાર ગણાશે. અને તેવા ઉમેદવારનો પ્રવેશ રદબાતલ થવાપાત્ર રહેશે.
- બેન્ચમાર્ક ડીસેબિલીટી ધરાવતા ઉમેદવાર કે લહીયા/વાચક પોતાની પાસે મોબાઇલ, સ્માર્ટવોય, સંદેશા વ્યવહારના કોઇપણ પ્રકારના સાધનો, કેલ્યુકેટર, ડીઝીટલ કેમેરા, પેન કેમેરા, બ્લુટુથ, ઇયરફોન કે પરીક્ષા કાર્ય માટે મદદરૂપ થઇ શકે તેવા મેમરી ધરાવતા ઇલેકટ્રોનિક સાધનો સાથે રાખી શકાશે નહિઅને જો આવા સાધનો ઉમેદવાર લહીયા પાસેથી મળી આવશે તો ઉમેદવારને ગેરલાયક ગણવા ઉપરાંતની યોગ્ય તે ફોજદારી શિક્ષાત્મક કાર્યવાહી ઉમેદવાર સાથે કરવામાં આવશે.
વળતર(વધારાનો) સમય
લહીયા (Scribe)/વાચક (Reader) ની સુવિધા મેળવનાર પેરા 3(A)(B)(C) માં વ્યાખ્યાયિત કર્યા મુજબના બેન્ચમાર્ક ડીસેબીલીટી ધરાવતા અને લેખનક્ષમતાની મર્યાદા ધરાવનાર ઉમેદવારને “શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક) મુખ્ય પરીક્ષા-૨૦૨૩” પરીક્ષા માટે પ્રશ્નપત્ર-૧ માટે ૫૦ મીનીટ અને પ્રશ્નપત્ર-૨ માટે ૬૦ મીનીટ વળતર સમય (વધારાનો સમય) મળવાપાત્ર થશે.
જો કોઈ બેન્ચમાર્ક ડીસેબીલીટી અને લેખન ક્ષમતાની મર્યાદા ધરાવનાર ઉમેદવાર લહીયાની સુવિધા મેળવવા ન ઈચ્છે તો પણ આવા લેખન ક્ષમતાની મર્યાદા ધરાવતા વિકલાંગ ઉમેદવારને ઉપર્યુક્ત નિયમાનુંસાર વળતર સમય મળવાપાત્ર થશે, પરંતુ તે માટે સદર ઉમેદવારે Appendix-I નમુનામાં સક્ષમ સત્તાધિકારી દ્વારા ઇસ્યુ કરાયેલ સર્ટીફીકેટ સાથે લાવવાનું રહેશે. આવુ સર્ટીફીકેટ રજુ નહી કરનાર ઉમેદવારને વળતર સમય(વધારાનો સમય) મળવાપાત્ર થશે નહી.
મહત્વપૂર્ણ લિંક્સ:
શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક)-2023 ની મુખ્ય પરીક્ષા લહિયો | અહી ક્લિક કરો |
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જ્ઞાન સહાયક યોજના પરિપત્ર | અહી ક્લિક કરો |
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ખેલ સહાયક યોજના પરિપત્ર | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |