NAVY Job For 10th Pass : દેશના અનેક યુવાનો ભારતીય નૌકાદળમાં નોકરી કરવાની ઈચ્છા રાખે છે. ભારતીય નૌકાદળમાં નોકરી કરવાથી વ્યક્તિમાં સ્કિલ ડેવલોપ થાય છે અને તે સ્કીલ અમલમાં મૂકવાનો અનુભવ મળે છે. એકંદરે દેશ સેવા સાથે વ્યક્તિ ઘડતર પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં નૌકાદળમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા ધો. 10 પાસ યુવાનો કારકિર્દી કડતર માટે સારી તક છે.
Table of Contents
NAVY Job For 10th Pass
ધો. 10 પાસ કર્યા બાદ નૌકાદળમાં નોકરી કરવાથી તમારી જોબ પ્રોફાઈલ મજબૂત બને છે. સેલેરી પેકેજ પણ સારું હોય છે. જેથી ચાલો ધો.10 પાસ કર્યા બાદ ભારતીય નૌકાદળમાં કઈ રીતે જોડાઈ શકાય? તે અંગેના વિકલ્પો પર નજર નાખીએ.
નૌકાદળમાં આ નોકરી કરતી વખતે તમારે મેનુ મુજબ રસોઈ બનાવવાની રહેશે. રસોઈમાં શાકાહારી અને માંસાહારી એક બંને પ્રકારનો ખોરાક હોય છે. આ ઉપરાંત તમારે રેશનનો પણ હિસાબ રાખવો પડશે. તમને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. ગ્રુપના મેનેજમેન્ટની જવાબદારી સોંપવામાં આવી શકે છે.
Steward
આ નોકરીમાં તમારે મેસમાં અધિકારીઓને જમવાનું પીરસવું પડશે. તમારે વેઇટર તરીકે જવાબદારીઓ બજાવવી પડશે. આ ઉપરાંત હાઉસ કીપિંગ, ફંડનું એકાઉન્ટિંગ, લીકર અને શોપનો હિસાબ રાખવા સહિતની કામગીરી કરવાની રહેશે. તમને હથિયાર ઓપરેટ કરવાની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. ગ્રુપના મેનેજમેન્ટ માટે અન્ય જવાબદારી સોંપવામાં આવી શકે છે.
Sanitary Hygienist
આ નોકરીમાં વોશરૂમ અને અન્ય સ્થળોની સાફ સફાઈ કરવાની જવાબદારી નિભાવવાની રહેશે. તમને હથિયાર ચલાવવાની તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રુપના મેનેજમેન્ટ માટે અન્ય જવાબદારી સોંપવામાં આવી શકે છે.
NAVY Job For 10th Pass : આ નોકરીઓ માટે કઈ લાયકાતની જરૂર પડશે?
- ઉમેદવારે કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ
- સ્ટુઅર્ડ, શેફ અને સેનિટરી હાઇજેનિસ્ટ ઉમેદવારોની ઉંમર રજીસ્ટ્રેશનના દિવસે 17-20 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
કઈ રીતનું કામ કરવું પડશે?
- આ નોકરી માટે પ્રોફેશનલ કામ ઉપરાંત તેમને ઓનબોર્ડ સર્વેલન્સ ફરજો અપાશે
- નાના હથિયારો ઓપરેટ કરવા માટે તાલીમ આપવામાં આવશે.
- શિપ લેન્ડિંગ અને બોર્ડિંગ પાર્ટીઓ માટે પણ તાલીમ અપાશે.
- તમારે શિપ દ્વારા હાથ ધરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓમાં જોડાવાનું રહેશે.
તાલીમ
પસંદ કરાયેલા ઉમેદવારોને INS ચિલ્કામાં 14 અઠવાડિયાની તાલીમ આપવામાં આવશે. ત્યારબાદ તેમને નૌકાદળની વિવિધ તાલીમ સંસ્થાઓમાં ફાળવવામાં આવેલા ટ્રેડમાં પ્રોફેશનલ તાલીમ આપવામાં આવશે. સર્વિસ જરૂરિયાત મુજબ શાખા/ટ્રેડની ફાળવણી કરવામાં આવશે.
શિક્ષણની તકો
તમારી સર્વિસ મુજબ વિવિધ પ્રોફેશનલ કોર્સ કરવા પડી શકે છે. કોર્સ સફળતાપૂર્વક પુરા કર્યા બાદ વિવિધ યુનિવર્સિટીઓમાંથી લાયકાતના પ્રમાણપત્રો આપવામાં આવશે. 15 વર્ષની નોકરી પૂરી થયા બાદ રિટાયરમેન્ટ વખતે તમને “ગ્રેજ્યુએટ લેવલ સર્ટિફિકેટ” મળશે.
મહત્વપૂર્ણ લિંક્સ :
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
સરકારી માહિતી હોમ પેજ | અહી ક્લિક કરો |