Gram Sevak Additional Final Select List & Recommendation List Cum District Allotment List : ગ્રામ સેવક એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ જાહેર , પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગના નોટીફીકેશનના જાહેરનામાથી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વીસ (કલાસ-III), રીક્રુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ની જોગવાઇ મુજબ મંડળ ધ્વારા ગ્રામ સેવક ફાઇનલ સીલેકશન લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોકેશન લિસ્ટ તા ૦૪-૧૦-૨૦૨૨ ના રોજ પ્રસિધ્ધ કરેલ હતું.
Table of Contents
Gram Sevak Additional Final Select List & Recommendation List Cum District Allotment List
વિભાગનું નામ | GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD, GANDHINAGAR |
આર્ટિકલનું નામ | Gram Sevak Additional Final Select List & Recommendation List Cum District Allotment List |
જાહેરાત ક્રમાંક | ADVT NO.15/2021-22 GRAM SEVAK Class-III (B.Tech-Agri.Engg) |
આર્ટિકલ કેટેગરી | Sarkari Result, |
ગ્રામ સેવક એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ | pdf ફાઈલમાં |
પંચાયત વિભાગના પત્ર ક્રમાંક | PRHRDD/KRT/E-file/14/2023/0096/SECTION-KH |
સત્તાવાર વેબસાઈટ | https://gpssb.gujarat.gov.in/ |
ગ્રામ સેવક એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ
પંચાયત વિભાગના તા.૧૦-૦૫-૨૦૨૩ થી મળેલ સૂચનાઓ મુજબ ગ્રામસેવક સંવર્ગ માટે B.E(Agriculture) B.Tech(Agriculture Engineering) ને સમકક્ષ શૈક્ષણિક લાયકાતો ગણેલ હોઇ, B.Tech (Agriculture Engineering) ની પદવી ધરાવતા મેરીટ આધારીત ઉમેદવારોની પસંદગી અને નિમણુંક કરવા વિશિષ્ટ સંજોગોમાં ખાસ કિસ્સા તરીકે સરકારશ્રીએ મંજુરી આપેલ હોઇ, તેમજ સરકારશ્રીના પંચાયત વિભાગના મળેલ સૂચનાઓ ધ્યાને લઇ સરકારશ્રીએ મંજુર કરેલ વધારાની જગ્યાઓ ઉપર મંડળ ધ્વારા અગાઉ તા.૦૪-૧૦-૨૦૨૨ ના પ્રસિધ્ધ કરેલ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટના કટ ઓફ માર્કસની મર્યાદામાં આવતા B.Tech (Agriculture Engineering) ની પદવી ધરાવતા કુલ ૮૧ ઉમેદવારોનું તા.૧૭-૦૬-૨૦૨૩ ના રોજ એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું.
પંચાયત વિભાગના પત્ર ક્રમાંક:-PRHRDD/KRT/E-file/14/2023/0096/SECTION-KH તા.૦૩-૦૮-૨૦૨૩ થી ઉપરોકત તા.૧૭-૦૬-૨૦૨૩ ના એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટના સંદર્ભે મંડળને આપવામાં આવેલા માંગણાપત્રક મુજબ માંગણાપત્રકમાં દર્શાવેલ જિલ્લા પંચાયત વાઇઝ/કેટેગરી વાઇઝ, જગ્યાની સંખ્યાને ધ્યાને લઇને તેમજ એડીશનલ ફાઇનલ સીલેકશન લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના જિલ્લા ફાળવણી કાર્યક્રમમાં ઉમેદવારો ધ્વારા કરવામાં આવેલ રૂબરૂ ઓનસ્ક્રીન જિલ્લા પસંદગી અનુસાર ઉમેદવારને મેરીટ કમ પ્રેફરન્સ આધારે ફાળવેલ જિલ્લા અનુસાર આ એડીશનલ ફાઇનલ સીલેકશન લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.
ધ્યાનમાં રાખવાની બાબતો :
- સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૧૦/૨૦૧૮ના ઠરાવ ક્રમાંક:-CRR/102018/461239/G-2 થી અનુસુચિત જનજાતિના ઉમેદવારોને જે તે સંવર્ગમાં નિમણુંક આપતા પહેલા તેઓના અનુસુચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રોની આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની વિશ્લેષ્ણ સમિતિ/સક્ષમ સત્તાધિકારી ધ્વારા ખરાઇ/ચકાસણી કરાયા બાદ જ નિમણુંક આપવાની રહેશે.
- સંબધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા આ લીસ્ટમાં સમાવિષ્ટ અનુસુચિત જનજાતિના ઉમેદવારોના અનુસુચિત જનજાતિના પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણીને આધીન મંડળ ધ્વારા આ એડીશનલ ફાઇનલ સીલકેટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે. જેથી નિમણુંક સત્તાધિકારી ધ્વારા આ પ્રકારની ખરાઇ/ચકાસણી કરાવ્યા બાદ જ અનુસુચિત જન જાતિના ઉમેદવારોને નિમણુંક આપવાની રહેશે.
- સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના તા.૨૫/૦૨/૨૦૨૨ના પરીપત્ર ક્રમાંક:-સક્ષ૫/૧૨૨૦૨૨૪૮૬૩૫/અ થી ઠરાવ્યા મુજબ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC)ના ઉમેદવારોને નિમણુંક આપતા પુર્વે તેઓના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર ખાતે કરાવી લેવા માટેની કાર્યપધ્ધતિ નક્કી કરવામાં આવેલ છે.
- જેથી આ એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટમાં સમાવિષ્ટ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC)ના તમામ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી સંબધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર ખાતે કરાવી લેવાની રહેશે, ત્યારબાદ જ નિમણુંક સત્તાધિકારી ધ્વારા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC) વર્ગના ઉમેદવારોને નિમણુંક આપવાની રહેશે.
- The Gujarat Scheduled Castes, Scheduled Tribes and Other Backward Classes (Regulation of Issuance and Verification of Certificates) Act,2018ની જોગવાઇ મુજબ અનામત વર્ગના ઉમેદવારોને નિમણુંક આપતા પહેલા જાતિ પ્રમાણપત્રની ખરાઇ/ચકાસણી કરવાની રહે છે.
- જે અન્વયે આ એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવિષ્ટ અનુસુચિત જાતિ (SC) કેટેગરીના ઉમેદવારોને નિમણુંક આપતા પહેલા તેઓના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી સંબધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા નિયામકશ્રી, અનુસચિત જાતિ કલ્યાણ વિભાગ, બ્લોક નં.૪, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતેથી કરાવી લેવાની રહેશે, ત્યારબાદ જ નિમણુંક સત્તાધિકારી ધ્વારા અનુસુચિત જાતિ (SC) વર્ગના ઉમેદવારોને નિમણુંક આપવાની રહેશે.
- આ એડીશનલ ફાઇનલ સીલેકશન લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, જન્મ તારીખ, જાતિ વિગેરે અંગેના અસલ પ્રમાણપત્રો અને દસ્તાવેજોની ચકાસણી સંબધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા કરી લેવાની રહેશે. અને ત્યાર બાદ જ સંબધિત ઉમેદવારોને નિમણુંક આપવાની રહેશે.
- આ જાહેરાતના હેતુ માટેના આ એડીશનલ ફાઇનલ સીલેકશન લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટના કેટેગરી વાઇઝ કટ-ઓફ માર્કસ આ લીસ્ટના અંતમાં દર્શાવવામાં આવેલ છે.
- આ એડીશનલ ફાઇનલ સીલેકશન લીસ્ટ એન્ડ રેકમેન્ટેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટમાં કોઇપણ ઉમેદવારનો સમાવેશ થવા માત્રથી નિમણુંક માટેનો કોઇપણ પ્રકારનો હક્ક કે અધિકાર ઉમેદવારની તરફેણમાં થયેલ હોવાનું ગણાશે નહી કે ઉમેદવાર આ અંગે નિમણુંક માટેનો દાવો કરી શકશે નહીં.
મહત્વપૂર્ણ લિંક્સ :
સીલેક્સન લીસ્ટ pdf માટે | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Leave a Comment