Mahila Swavalamban Yojana 2023 : ભારતમાં Ministry Of Women & Child Development દ્વારા વિવિધ મહિલાઓની યોજનાઓ ચલાવવામાં આવે છે. કેન્દ્ર સરકાર હેઠળ ગુજરાત સરકારમાં પણ ઘણા બધા વિભાગો કાર્યરત છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિધવા સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, વિધવા પુન:લગ્ન યોજના વગેરે ચલાવવામાં આવે છે. Women and Child Development Department દ્વારા મહિલા આર્થિક વિકાસ નિગમ કાર્યરત છે. આ નિગમ દ્વારા નવી યોજનાઓ, મહિલા જાગૃતિ શિબિર, મહિલા કલ્યાણ મેળા, પ્રદર્શન સહ વેચાણ તથા મહિલા સ્વાવલંબન યોજના વગેરે ચલાવવામાં આવે છે.
Table of Contents
Mahila Swavalamban Yojana 2023 :
મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા Mahila Swavalamban Yojana 2023, મહિલાઓની જાગૃતિ શિબિર તથા સેમિનારનું આયોજન કરી, મહિલાઓ સાથે વિચાર-વિમર્શ કરી તેમના આર્થિક તેમજ સામાજિક ઉત્થાન માટે જરૂરી તાલીમ તથા સ્વરોજગારને લગતી યોજનાઓ અમલમાં મુકવામાં આવી.
જેથી મહિલાઓ આવી સરકારી સહાય અને સરકારી યોજનાઓનો લાભ લઈને સમાજમાં સ્વમાનભેર જીવન વ્યતિત કરી શકે. ગુજરાત રાજ્યના મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા Mahila Yojana તરીકે “મહિલા સ્વાવલંબન યોજના” ચલાવવામાં આવે છે.
મહિલા સ્વાવલંબન યોજના :
આર્ટિકલનું નામ | મહિલા સ્વાવલંબન યોજના |
આ યોજના કોણા દ્વારા ચલાવવામાં આવે છે? | ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ |
કોણે મળે? | જે મહિલાઓ નવો વ્યવસાય કરવા માંગતી હોય એમને મળવાપાત્ર થશે |
લોનની રકમ | રૂપિયા 2,00,000/- સુધી |
કેટલા ટકા સબસીડી મળે? | અંદાજીત 30% સુધી |
અધિકૃત વેબસાઈટ | https://mela.gwedc.gov.in/ |
મહિલા સ્વાવલંબન યોજના લાભ લેવા માટે પાત્રતા :
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા આ Scheme for women નો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલી છે.
- લાભાર્થી મહિલા ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
- લાભાર્થીની ઉંમર 21 થી 50 વર્ષ હોવી જોઈએ.
- મહિલા અરજદારની કુટુંબની આવક ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 (એક લાખ વીસ હજાર) સુધી હોવી જોઈએ.
- શહેરી વિસ્તારના મહિલા લાભાર્થીઓની કુટુંબની આવક 1,50,000/- (દોઢ લાખ) સુધી હોવી જોઈએ.
મહિલા સ્વાવલંબન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ :
મહિલા માટેની આ Government Yojana નો લાભ લેવા માટે અમુક ડોક્યુમેન્ટ નક્કી કરેલા છે તે નીચે મુજબ છે.
- રેશનકાર્ડ
- આધારકાર્ડ
- આવકનો દાખલો
- જાતિનો દાખલો
- ઉંમર અંગેનો દાખલો
- મશીનરી, ફર્નિચર, કાચા માલનું પાકું ભાવપત્રક
- અનુભવ અંગેનું પ્રમાણપત્ર / અભ્યાસ અંગેના પ્રમાણપત્ર
- ફોર્મમાં જણાવેલ વિગતો (બે નકલમાં) ભરવાની રહેશે.
મહત્વપૂર્ણ લિંક્સ :-
ઓફિસિઅલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Leave a Comment