ApplyOnline Trending Updates

Vidhyadeep Yojana 2023 : વિદ્યાર્થીઓને મળશે 50,000 રૂપિયાનું વીમા કવચ, વધુ માહિતી માટે અહીં જુઓ…

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Vidhyadeep Yojana 2023 : રાજ્યની તમામ સરકારી, અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં તથા આશ્રમશાળાઓ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વીમા રક્ષણ પૂરું પાડવાનો મુખ્ય આશય આ યોજનામાં રાખવામાં આવેલ છે. આ યોજના હેઠળ રાજ્યની તમામ સરકારી, અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં તથા આશ્રમશાળાઓ અભ્યાસ કરતા વિદ્યાર્થીના અકસ્માતે અવસાન કે કાયમી અપંગતતાના કિસ્સામાં વાલીને સહાય ચૂકવવામાં આવે છે.

Vidhyadeep Yojana 2023 | Vidhyadeep Yojana Full Details :

યોજનાનું નામવિદ્યાદીપ વીમા યોજના
વિભાગનું નામશિક્ષણ વિભાગ  
આર્ટિકલનું નામVidhyadeep Yojana Full Details
આર્ટિકલની કેટેગરીYojana , Sarkari Result
પેટા વિભાગ/કચેરી નું નામજિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી- જિલ્લા પંચાયત
યોજના અંતર્ગત મળતી સહાયરૂ.૫૦,૦૦૦/-
આવક મર્યાદાલાગુ પડતી નથી
અરજી મોડઓફલાઈન
સત્તાવાર વેબસાઈટhttp://gujarat-education.gov.in/education/

યોજનાનો અમલ અને પ્રારંભ :


આ યોજના હેઠળ વીમા પોલીસી અંગેના કરાર ” ધી ન્યૂ ઈન્ડિયા એસ્યોરન્સ કંપની” સુરત સાથે એક વર્ષ માટે કરવામાં આવ્યા છે. વીમાનું પ્રિમિયમ ભર્યા તારીખથી એક વર્ષની મુદત ગણવાની રહેશે. યોજનાનો સમગ્ર ખર્ચ રાજય સરકાર ભોગવશે. આ યોજનાનો અમલ કરવાની જવાબદારી રાજય ક્ક્ષાએ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી તથા કમિશ્નરશ્રી મધ્યાહન ભોજન અને શાળાઓનો દેખરેખ અને નિયત્રંણ હેઠળ જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, શાસનાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને સોંપવામાં આવે છે.

મૃત્યુના લીધે મળનાર લાભ :

વીમા પોલીસીની શરતોને આધિન વીમાની ૨કમ નીચેના સંજોગોમાં આપવાનું નકકી થયેલું છે.
આપઘાત કે કુદરતી મૃત્યુ સિવાય બીજી કોઈ પણ રીતે એટલે કે, કુદરતી આફત જેવી કે, ભૂકંપ, પૂર, વાવાઝોડું, આગ, ૨મખાણ, આકસ્મિક આગ, વીંછી અને સંર્પ દંષ, વાહન અકસ્માત, પડી જવું, ડૂબી જવું, ફૂડ પોઈઝનીંગ, કૂતરું કે જંગલી પ્રાણી કરડવું વગેરેથી વિદ્યાર્થીનું આસ્ક્રમિક મૃત્યુ થાય તેવા કિસ્સામાં ૨૪ કલાક માટે આ યોજના હેઠળ વ્યકિતગત કેસમાં નીચે મુજબ વીમાનું રક્ષણ આપવાનું નકકી થયેલ છે.

પાત્રતાના ધોરણ :

અણધારેલ, એકાએક અને બિનઇરાદાપૂર્વકનો બનાવ હોય તેવા બાહ્ય હિંસક નિશાનો જણાય તેવા અક્સ્માતના કિસ્સામાં અવસાન/કાયમી અપંગતતા થયેલ હોય તો આ સહાય મળવાપાત્ર થાય છે.

અરજી કરવાની પ્રક્રિયા :

અકસ્માતે અવસાન/ઇજાની તારીખથી ૧૫૦ દિવસમાં દાવો નોડલ અધિકારી તરીકે સંબંધિત જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીને રજૂ કરવાનો રહે છે.

વિદ્યાદીપ વીમા યોજના જરૂરી ડોક્યુમેન્ટ્સ :

  • એફ.આઈ.આર (FIR)
  • પંચનામું
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટ (અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં)
  • અપંગતા અંગેના પ્રમાણપત્ર
  • અભ્યાસ ચાલુ હોવા અંગે શાળાનું પ્રમાણપત્ર
  • બેન્કની વિગત
  • નિયત નમૂનાનું અરજી પત્રક

સંપર્ક અધિકારી :

નોડલ અધિકારી તરીકે સંબંધિત જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રી તથા અમલીકરણ કચેરી તરીકે વીમા નિયામકશ્રીની કચેરી

મહત્વપૂર્ણ લિંક્સ :-

ઓફિસિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp