ApplyOnline Trending Updates

Food Truck Loan Yojana 2023 | NSTFDC, કેન્દ્ર સરકારશ્રી દ્રારા સહાયિત..

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Food Truck Loan Yojana 2023 : આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં વસતાં આદિજાતિના બેરોજગાર યુવકોને જાહેર સ્થળોએ ખાણી-પીણી માટે મોબાઇલ ફુડવાન થકી રોજગારી મેળવી શકે તે હેતુથી રૂ.૬.૦૮ લાખની મર્યાદામાં લોન આપવાની યોજના અમલમાં છે. જેમાં ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તેમજ શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/-ની વાર્ષિક આવક મર્યાદા ધરાવતાં કુટુંબો આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ યોજના હેઠળ વ્યાજનો દર વાર્ષિક ૬% છે. સદરહું યોજના અંગે લોનના ત્રિમાસિક હપ્તામાં પાંચ વર્ષમાં ભરપાઇ કરવાની રહે છે.

Food Truck Loan Yojana 2023 :

કોના દ્વારા સંચાલિતકેન્દ્ર સરકારશ્રી દ્રારા સહાયિત
આર્ટિકલનું નામમોબાઇલ ફુડવાન લોન યોજના 2023
યોજનાનું નામમોબાઇલ ફુડવાન લોન યોજના
વ્યાજનો દરઆ યોજના હેઠળ વ્યાજનો દર વાર્ષિક ૬% છે
આવક મર્યાદાગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તેમજ શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/-ની વાર્ષિક આવક મર્યાદા
આર્ટિકલ કેટેગરીYojana , Sarkari Result
સત્તાવાર વેબસાઈટhttps://adijatinigam.gujarat.gov.in

Food Truck Loan Yojana 2023 ઉદ્દેશ્ય :-

આદિજાતિના ઇસમોની આર્થીક સ્થિતિ સારી ન હોવાને કારણે બેન્કો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિના લાભાર્થીને NSTFDC ની ફુડવાન યોજના હેઠળ લોન આપવાથી જીવન ધોરણ ઉચ્ચું લાવી શકે અને પગભર થઇ શકે.

Food Truck Loan Yojana 2023 માટેની પાત્રતા :-

  • લાભાર્થી આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • લાભાર્થીની કૈાટુમ્બિક આવક ગરીબી રેખા નીચેથી બેવડી કરતાં વધુ ના હોવી જોઇએ.
  • કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.
  • અરજદાર પાસે આધારકાર્ડ હોવું જોઇએ.
  • અરજદાર પાસે પોતાનો ચૂંટણીકાર્ડ હોવો જોઈએ.
  • અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ.
  • વાહન ચલાવવા અંગેનું પાકું લાયસન્સ હોવું જોઇશે.

Food Truck Loan Yojana 2023 માટે અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ https://adijatinigam.gujarat.gov.in/ વેબસાઈટ ઓપન કરો
  • એટલે Adijati Vikas Vibhag Gujarat” ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.
  • હવે તમને Home Page પર ”Apply for Loan” નામનું બટન દેખાશે,
  • જેના પર ક્લિક કરો.
  • બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું પેજ ઓપન થશે.
  • જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “”Sing Up” પર ક્લિક કરો.
  • Personal ID બનાવવા માટે વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
  • તમામ વ્યક્તિગત માહિતી ભર્યા બાદ કેપ્ચા કોડ નાખ્યા બાદ “Sing Up” બટન પર ક્લિક કરો.
  • હવે “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરો.
  • પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” પર ક્લિક કરો.
  • Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે.
  • જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • “Self Employment” પર ક્લિક કર્યા પછી “Apply Now” ક્લિક કરવાનું રહેશે.

અરજીમાં માહિતી કેવી રીતે ભરવી?

  • My Application અરજી કર્યા બાદ તમારે “”My Application” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે APPLICANT INFORMATION, અરજીની વિગત, અરજદારની મિલ્કત અંગે ની વિગત તથા લોનની વિગતો ભરવાની રહેશે.
  • લાભાર્થીએ પોતાની Application Information Online ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
  • જેમાં યોજનાની પસંદગીમાં “ફુડવાન માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
  • તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ Upload કરવાના રહેશે.
  • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન Save કરવાની રહેશે.
  • છેલ્લે, કન્‍ફર્મ કરેલી અરજીનો એપ્લિકેશનનો નંબર Generate થશે.
  • જેની Print લઈ લેવી.

મહત્વપૂર્ણ લિંક્સ :-

ઓફિસિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંકઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp