આગાહી : ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ એ આગાહી આપતા જણાવ્યુ કે આગામી 5 દિવસમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડવાની શક્યતા વ છે. અને સૌરાષ્ટ્ર માં પણ વરસાદની મેઘમહેર વરસી શકે છે. ભરૂચ, વડોદરા, પંચમહાલ, નવસારી , વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા સર્જાઈ રહી છે. આ સિવાય સુરત, તાપી, ડાંગ, સોમનાથ, અમરેલી, ભાવનગર, રૂરલ અમદાવાદ, ખેડા, આણંદમાં ભારે વરસાદી માહોલ સર્જાવાની સંભાવના છે.
ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 80 ટકા વરસાદ નોંધાયો છે. અમુક જિલ્લાઓમાં જેવાકે ગીર સોમનાથ , નવસારી ભારેથી અતિભારે વરસાદના કારણે ભારે નુકસાન થયું છે. હવે મેઘરાજાએ પોતાની બેટિંગ પડતી મૂકીને વિરામ લેતા હાશકારો થયો છે. વરસાદી સિસ્ટમ નબળી પડતાં વરસાદની તિવ્રતા ઘટી છે. તેમજ છતાં આગામી 48 કલાક નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે અને જીલ્લામાં પણ સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એ આગાહી કરતા જણાવ્યું છે કે, હાલ તો રાજ્યમાં મેઘરાજાની બેટિંગ ઘટી ગઈ છે. પરંતુ 28થી 30 જુલાઈએ મુંબઈ અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ થશે. તેમજ 30 જુલાઈથી 5 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો તેમજ ઉતર ગુજરાતના ભાગો વરસાદ થશે.
- રાજ્યમાં ભારે વરસાદની આગાહી
- કેટલાક ભાગોમાં પડશે વરસાદ
- અંબાલાલ પટેલે આપી આગાહી
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, રાજ્યમાં જુલાઈ મહિનામાં જળબંબાકાર કર્યા બાદ હવે વરસાદ ઘટ્યો છે. પરંતુ 30 જુલાઈથી ફરી વરસાદની તીવ્રતામાં વધારો થશે. ઓગસ્ટ મહિના પહેલા અઠવાડિયામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તેમજ ઓગસ્ટ મહિનામાં એક પછી એક સિસ્ટમ આવવાના કારણે વરસાદ રેહવાની શક્યતાઓ છે.
ગુજરાતના 102 તાલુકામાં વરસાદ :
ગુજરાત માં 24 કલાકમાં છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે, વડોદરા તથા પંચમહાલ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. વધુ વરસાદ પડવાથી ઓરસંગ અને ઢાઢર નદીમાં વધુ પૂર આવવાની શક્યતા છે, તેથી આ નદીના કિનારે આવેલાં ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદીમાં પાણી વધુ હોય ત્યારે નદીમાં ઊતરવાનું દુઃસાહસ નહિ કરવા અપીલ કરવામાં આવી છે.
ખાસ નોંધ:-
આપેલ તમામ સમાચાર અમે અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવેલ છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે sarkarimahiti.net જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પછી જ નિર્ણય લેવો, અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, અમે કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.
Leave a Comment