Updates Trending

જેની બધાજ ખેડૂતો આતુરતાથી રાહ જોઈને બેઠા હતા તે 14 માં હપ્તાની તારીખો થઇ જાહેર, જુઓ અહીં ક્લિક કરીને…

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન યોજના PM Samman Nidhi Yojana મા દર વર્ષે ખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય આપવામા આવે છે. અત્યાર સુધીમા આ યોજના ના 13 હપ્તાની રકમ ખેડૂતોના ખાતામા જમા થઇ ચૂકી છે. હવે આગામી દિવસોમાં 14 મા હપ્તાની રકમ જમા થવાની છે. PM Kisan 14th Installment Date ના 14 મા હપ્તાની તારીખ જાહેર કરવામા આવી છે.

pm કિસાન યોજના નો 14 મો હપ્તો

યોજના નું નામપીએમ કિસાન યોજના નો 14 મો હપ્તો અહીંયા થી ચેક કરો
સહાયની રકમખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
લાભાર્થી રાજ્યદેશનાં તમામ રાજ્યો
અરજીનો પ્રકારઓનલાઈન

9 કરોડ ખેડૂતો ના ખાતામા જમા થશે 2000 રૂપિયા

28 જુલાઈએ પીએમ મોદી 18 હજાર કરોડ રુપિયા ખેડૂતો ના ખાતામા DBT માધ્યમથી ટ્રાન્સફર કરશે. PM Kisan 14th Installment બાબતે સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર 28 જુલાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરમાં લગભગ 9 કરોડ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 14મો હપ્તો ટ્રાંસફર કરનાર છે. પીએમ મોદી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા 18 હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામા ટ્રાન્સફર કરશે. કર્ણાટકથી પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો 27 ફેબ્રુઆરી 2023એ જાહેર કરવામાં આવેલ હતો.

પીએમ કિસાન યોજના 14 મો હપ્તો અહીંથી જુઓ લિસ્ટ માં તમારું નામ છે કે નહિ

  • સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિસીયલ વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
  • અહીં ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે.
  • અહીં PMKSNY લાભાર્થી યાદીનો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે. આમાં પહેલા રાજ્યનું નામ, પછી જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
  • વિનંતી કરેલી બધી માહિતી ભર્યા પછી, ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને આમ કર્યા પછી, તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સૂચિ તમારી સામે ખુલશે.
  • આ યાદી જોઈને તમે જાણી શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂતોમાં છે કે નહીં.

ચેક કરો પીએમ કિસાન 14 મો હપ્તોનુ સ્ટેટસ

  • સ્ટેપ 1: સૌ પ્રથમ pmkisan.gov.in વેબસાઈટની મુલાકાત લો.
  • સ્ટેપ 2: ત્યારબાદ હોમપેજ પર ‘farmers corner’માં આપવામાં આવેલ ‘બેનેફિશિયરી સ્ટેટસ’ પર ક્લિક કરો.
  • સ્ટેપ 3: ત્યારબાદ રજિસ્ટર કરવામાં આવેલ આધાર નંબર અથવા બેન્ક એકાઉન્ટ નંબર દાખલ કરો.
  • સ્ટેપ 4: ત્યારબાદ ‘Get Data’ પર ક્લિક કરો.
  • સ્ટેપ 5: હવે તમને સ્ક્રીન પર તમારા ખાતામા જમા થયેલા હપ્તાનુ સ્ટેટસ જોવા મળશે.
  • જે ખેડૂતોએ હજુ સુધી eKYCની પ્રોસેસ પૂર્ણ કરી નથી, તેમને 14મો હપ્તો નહીં મળે.

જુઓ 14 મો હપ્તો KYC ઓનલાઈન અપડેટ કેવી રીતે કરવું ?

PM કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ફરજિયાત આધાર KYC કરવું પડે છે. કેવી રીતે આધાર KYC કરવું તેની માહિતી અહીં આપી છે. જે લાભાર્થીએ KYC નહિ કર્યું હોય તેને 14મોં હપ્તો નહિ મળે, તેની નોંધ લેવી.

  • સ્ટેપ 1: PM કિસાનની ઓફીસીયલ વેબસાઈટની મુલાકાત લો અને KYC ઓપ્શન પર ક્લિક કરો.
  • સ્ટેપ 2: હવે આધાર કાર્ડ નંબર એન્ટર કરો, કેપ્ચા કોડ અને આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક કરવામાં આવ્યો છે, તે એન્ટર કરો.
  • સ્ટેપ 3: OTP પ્રાપ્ત થયા બાદ તે એન્ટર કરો. ત્યારબાદ KYC વેરિફિકેશન સરળતાથી પૂર્ણ થઈ જશે.

ખાસ નોંધ: તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ હોવા જરૂરી છે. જો આધાર કાર્ડ માં મોબાઈલ નંબર અપડેટ નહિ હોય તો તમારા નંબર પાર ઓટીપી (OTP) નહિ આવે.

આ યોજનામાં સરકાર ખેડુતોના ખાતામાં દરવર્ષે 6 હજાર રૂપિયા જમા કરે છે.. આ રકમ ત્રણ બરાબર હપ્તામાં ખાતામાં જમા કરાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના કરોડો ખેડુતો માટે કેટલીયે ફાયદકારક યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના ખૂબ મહત્વની છે.. આ યોજના હેઠળ સરકાર ખેડુતોના બેંક ખાતામાં દરવર્ષે 6 હજાર રૂપિયા જમા કરે છે.

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp