7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન, ગુજરાત સરકારના Revenue Department દ્વારા લેન્ડ રેકોર્ડ સિસ્ટમને ઓનલાઇન બનાવવામાં આવેલ છે. Gujarat E Dhara તરીકે ઓળખાતી ડીજીટાઈઝેશન સિસ્ટમને ભારત સરકાર તરફથી પ્રશંસા મેળવી છે. આ સિસ્ટમને e-Governance Project માટે એવોર્ડ પણ મળેલો છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે રાજ્યના ખેડૂતો મહેસૂલી રેકોર્ડ એટલે Land Record નમૂના 7/12, 8-A, 6 વગેરે Download કરી શકાશે. આ ડીજીટલ સાઇન્ડની નકલ AnyRoR Anywhere Portal અને iORA portal પરથી મેળવી શકાશે.
Table of Contents
7/12 ની નકલ online
નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે. જેથી તેની અધિકૃતતાની ખાતરી ઓન-લાઇન કોઇપણ વ્યક્તિ-સંસ્થા કરી શકશે. મહેસૂલી સેવાઓના દસ્તાવેજો રાજ્યના નાગરિકોને સરળતાથી અને પારદર્શીતાપૂર્વક મળી રહે એ માટે રાજ્ય સરકારે i-ORA પોર્ટલ સહિત અનેકવિધ નવતર આયામો હાથ ધરીને આ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે જેના પરિણામે રાજ્યના નાગરિકોના સમયની સાથે નાણાંની બચત પણ થઈ રહી છે.
AnyRoR પોર્ટલ ગુજરાત- હાઇલાઇટ્સ
આર્ટિકલનો વિષય | AnyRoR 7/12 Utara Online |
ભાષા | ગુજરાતી અને English |
સેવાનો ઉદ્દેશ | ગુજરાતના ખેડૂતો પોતાની જમીનના ૬, ૭/૧૨ અને ૮-અ ઘરે બેઠા ઓનલાઈન કાઢી શકશે. |
લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
Official Website AnyRoR | https://anyror.gujarat.gov.in |
Official Website i-ORA | https://iora.gujarat.gov.in |
ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR અથવા i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે
ઈન્ટરનેટ પર AnyRoR અથવા i-ORA પોર્ટલ ચાલુ કરો
સૌ પ્રથમ ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR (https://anyror.gujarat.gov.in) અથવા i-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પર જાઓ. ત્યાં ચોથા નંબર પર VIEW LAND RECORD – RURAL પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ નીચે Select any one ( (કોઇ એક પસંદ કરો) એવુ લખેલું હશે. ત્યાં ક્લિક કરવાથી વિવિધ પ્રકારની વિગતો ખુલશે. આ વિગતોમાંથી જે પણ મહેસૂલી નમૂનાની વિગત જોઈતી હોય તેને સિલેક્ટ કરો.
આ પણ વાંચો
ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ હવેથી ઘરે બેઠા મેળવો...
પોસ્ટ ઓફિસ અકસ્માત વીમા યોજના 2022
કોઇપણ વ્યક્તિ ડિજિટલી સાઇન્ડ નકલ ઓનલાઇન મેળવી શકશે તેમણે ઉમેર્યું કે, જમીન માટેનુ મહત્વનું રેકર્ડ ગામ નમુના નં.6, 7/12, 8-અ ની અધિકૃત નકલો હાલે જે તાલુકા ઇ-ધરા કેન્દ્રો / ઇ-ગ્રામ્ય કક્ષાએથી ઉપલબ્ધ થાય છે, તે હવે કોઇપણ વ્યક્તિ ડિજિટલી સાઇન્ડ (Digitally Signed) નકલ ઓન-લાઇન મેળવી શકશે, તથા આ નકલ ઉપયોગ માટે અધિકૃત ગણાશે. આ માટે ભરપાઇ કરવાની થતી નકલ ફી પણ ઓન-લાઇન ભરવાની રહેશે. ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR (https://anyror.gujarat.gov.in) અથવા i-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પરથી મેળવી શકાશે. આ નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે. જેથી તેની અધિકૃતતાની ખાતરી ઓન-લાઇન કોઇપણ વ્યક્તિ તથા સંસ્થા કરી શકશે.
7/12 અને 8-અ ના દાખલા ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે ના સ્ટેપ
- સૌપ્રથમ મહેસુલ વિભાગના AnyRoR (anyror.gujarat.gov.in) તથા i-ORA (https://iora.gujarat.gov.in/) પર પોર્ટલ પર જાઓ.
- AnyRoR અથવા i-ora પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ “Digitally Signed RoR/ડિજિટલ સાઇન્ડ ગામ નમૂના નંબર” પર ક્લિક કરો.
- તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
- વેબસાઈટની પેજમાં દેખાતા Captcha Code વાંચીને તેની નીચેના ટેક્સબોક્ષમાં દાખલ કરો. જો captcha code વાંચી શકાય એમ ન હોય તો “Refresh Code” પર ક્લિક કરો. જેથી નવો કોડ સ્ક્રીન પર આવશે.
- કેપ્ચા કોડ નાખ્યા બાદ “Generate OTP” પર ક્લિક કરો. OTP જનરેટ કરવાથી તમારા દ્વારા દાખલ કરેલા મોબાઈલ નંબર પર વેરિફિકેશન કોડ આવશે.
- મોબાઇલ નંબર પર પર આવેલા વેરિફિકેશન કોડ Textbook મા દાખલ કરીને “Login” પર click કરો.
- Login પર click કર્યા બાદ ડિજિટલી સાઇન્ડ ગામ નમૂના મેળવવા માટેનું ફોર્મ ઓપન થશે.
- ગામ નમૂના નંબર મેકવાવા માટે તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે. જેમાં સર્વે નંબર / બ્લોક નંબર / ખાતા નંબર / નોંધ નંબર પસંદ કરી “Add Village Form”પર click કરો.
- તમારે જરૂરી ગામ નમૂના નંબર ની વિગતો એક પછી એક ઉપર જણાવેલ મુદ્દા નંબર- 8 મુજબ “Add Village Form” પર click કરી યાદી તૈયાર કરો.
- ત્યારબાદ ગામ નમૂના નંબરની યાદી તૈયાર કર્યા બાદ તેની જરૂરી ચકાસણી કરી “Procced For Payment” પર click કરો.
- હવે “Procced For Payment” પર ક્લિક કર્યા બાદ જો કોઈ સુધારો કરવો હોય તો “Cancel Request” પર ક્લિક કરો.
- .જો તમામ માહિતી બરાબર હોય તો “Pay Amount” પર click કરી જરૂરી રકમની ચૂકવણી ઓનલાઇન કરો.
- નોંધ:- A) ગામ નમૂના માટે ફી Online જ ભરવાની છે. B) ઓનલાઈન રકમ ભરતાં પહેલાં ઓન-લાઈન પેમેન્ટ કરવા અંગેની પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી.
- પેમેન્ટની ચુકવણી કર્યા બાદ ડિજિટલ ગામ નમૂના નંબર Download કરવા માટે સ્ક્રીન પર મળશે. જેમાં “Download RoR” પર ક્લિક કરીને ડીજીટલ ગામ નમૂના ડાઉનલોડ કરી શકાશે.
- નોંધ:- A) જો રકમની ચુકવણી કર્યા બાદ ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર થયેલા ન હોય તો “Generate રોર” પર ક્લિક કરી ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર કરો.
- ડીજીટલ ગામ નમૂના નંબર તમારા login માં 24 કલાક સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. ત્યારબાદ લોગીનમાંથી રદ થશે.
- Digital Gam Namuna Number માં ડીજીટલ સાઇન્ડ હોય છે. અને તે રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલી નકલ છે.
- ડીજીટલ ગામ નમૂના નંબરમાં દર્શાવેલ QR Code સ્કેન કરવાથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને સર્વરની કોપીની ખરાઈ તેમજ ચકાસણી કરી શકશે.
આ પણ વાંચો
PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી
રેશનકાર્ડ લિસ્ટ ગુજરાત 2022
મહત્વપૂર્ણ લિંક
AnyRoR Gujarat Website | અહીં ક્લિક કરો |
i-ORA Gujarat Portal | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો
- તમારું લાઇટ બિલ ચેક કરો ઓનલાઈન…
- Manav Kalyan Yojana VOnline Form 2022 @ e-kutir.gujarat.gov.in
- PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી
- ગુજરાતમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષના 2 સિલિન્ડર ફ્રી
- MYSY Scholarship 2022 | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના: અરજી પ્રક્રિયા શરૂ, પાત્રતા, દસ્તાવેજ
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
7/12 અને 8-અ ના દાખલા સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Official Website Is https://anyror.gujarat.gov.in/ & https://iora.gujarat.gov.in/
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર