તમારી પાસેની 500ની નવી નોટ નકલી તો નથી ને? નકલી નોટ કેવી રીતે ઓળખવી? : રિઝર્વે બેંક ઓફ ઇન્ડિયા ( RBI ) દ્વારા સ્ટાર નિશાની વાળી ₹500 ની નોટને લઈને એક ને નોટિફિકેશનમાં મોટી અપડેટ જાહેર કરવામાં આવી છે. જાણો કેમ ખાસ ચર્ચામાં છે આ ₹500ની નોટ સ્ટાર નિશાની વાળી.
પરંતુ RBI એ હવે આ સ્ટાર માર્કવાળી 500 રૂપિયાની નોટ અંગે સ્પષ્ટતા આપી છે. ભારતીય રિઝર્વ બેંકે કહ્યું છે કે આ નોટ પણ અસલી છે અને વાયરલ પોસ્ટમાં જે દાવા કરવામાં આવી રહ્યા છે તે બિલકુલ ખોટા છે. તમને જણાવી દઈએ કે, જ્યારથી સરકારે 2000 રૂપિયાની નોટનું ચલણ બંધ કર્યું છે, ત્યારથી 500 રૂપિયાની નોટને લઈને લોકોની ચિંતા પણ વધી ગઈ છે.
તમારી પાસેની 500ની નવી નોટ નકલી તો નથી ને? નકલી નોટ કેવી રીતે ઓળખવી? આગળની તરફ નોટ આ રીતે તપાસો :-
- જ્યારે નોટ લાઇટની સામે મૂકવામાં આવશે ત્યારે અહીં 500 નું લખાણ નજરે પડશે
- જો આંખની સામે 45 ડિગ્રીના ખૂણા પર મૂકવામાં આવે તો અહીં 500 નું લખાણ જોવા મળશે
- 500 દેવનગરીમાં લખવામાં આવ્યું છે
- મહાત્મા ગાંધીના ચિત્રની જગ્યા અને સ્થિતિ જૂની ચલણી નોટથી થોડી અલગ છે.
- જ્યારે નોટને થોડી ફોલ્ડ કરવામાં આવે ત્યારે સિક્યોરિટી થ્રેડનો રંગ લીલાથી વાદળી થઈ જાય છે.
- ગેરંટી ક્લોઝ, ગવર્નરની સહી, પ્રોમિસ ક્લોઝ અને RBI નો લોગો જૂની નોટની સરખામણીમાં જમણી બાજુ છે.
- મહાત્મા ગાંધીનું ચિત્ર અને ઇલેક્ટ્રોટાઇપ વોટરમાર્ક છે.
- સૌથી ઉપર ડાબી બાજુએ અને સૌથી નીચે સૌથી જમણી બાજુએ લખેલા નંબરો ડાબેથી જમણી તરફ મોટા થાય છે.
- લખેલ નંબર 500 રંગ બદલે છે, તેનો રંગ લીલાથી વાદળીમાં બદલાય છે.
- જમણી બાજુએ અશોક સ્તંભ અને 500 લખેલું સર્કલ બોક્સ.
- જમણી અને ડાબી બાજુએ 5 બ્લીડ લાઇન છે જે રફ છે.
તમારી પાસેની 500ની નવી નોટ નકલી તો નથી ને? નકલી નોટ કેવી રીતે ઓળખવી? પાછળની તરફ નોટ આ રીતે તપાસો :-
- નોટનું પ્રિન્ટિંગ વર્ષ લખેલું છે.
- સ્લોગન સાથે સ્વચ્છ ભારત લોગો છે.
- કેન્દ્ર તરફ લેન્ગવેજ પેનલ છે.
- ભારતીય ધ્વજ સાથે લાલ કિલ્લાનું ચિત્ર છે.
- દેવનાગરીમાં 500 લખેલ છે.
આ સિવાય PBI ફેક્ટ ચેકે પણ સાચી માહિતી આપતા ટ્વીટ કર્યું છે કે તમારી પાસે સ્ટાર () વાળી નોટ છે? શું આ નકલી છે? ગભરાશો નહીં: આવી નોટો નકલી હોવાનો દાવો કરતા સંદેશાઓ ( મેસેજ ) નકલી છે. ડિસેમ્બર 2016 થી RBI દ્વારા ₹500ની નવી બેંક નોટોમાં સ્ટાર સિમ્બોલ () દાખલ કરવામાં આવ્યું છે.
સોશિયલ મીડિય માં ફરી રહેલ વાયરલ મેસેજમાં શું છેઃ “છેલ્લા 2-3 દિવસથી * સિમ્બોલવાળી આ 500ની નોટો બજારમાં ફરવા લાગી છે. આવી નોટ ઈન્ડસઈન્ડ બેંકમાંથી પરત કરવામાં આવી છે, તે નકલી નોટ છે, આજે એક મિત્ર તરફથી આવો મેસેજ આવ્યો. ગ્રાહકને 2-3 નોટો મળી હતી, પરંતુ ધ્યાને આવતાં તેઓ તરત જ પરત આવી ગયા હતા.” ગ્રાહકે એમ પણ કહ્યું કે આ નોટ સવારે કોઈએ આપી હતી. તમારું ધ્યાન રાખો. નકલી નોટો લઈને ફરનારાઓની સંખ્યામાં વધારો થયો છે.” જે ઉપર આપેલ ટ્વીટ માં આપણે વાંચી શકીએ છીએ.
Leave a Comment