2000 રૂપિયાની નોટ બદલવાની તારીખ લંબાવાઈ : ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ 2000 રૂપિયાની નોટ બદલવાની તારીખ લંબાવાઈ હવે 7મી ઓક્ટોબર સુધી બેંકોમાં નોટ બદલી શકાશે
RBIએ નવો પરિપત્ર બહાર પાડ્યો
આજે 2 હજારની નોટ બદલવાની છેલ્લી તારીખ હતી, RBI એ જાહેર કર્યું કે 7 ઓક્ટોબર સુધી બેંકોમાં નોટ જમા કરાવી શકાશે, ચાર માસમાં 87% નોટ બેંકોમાં જમા થઈ
આ અગાઉ 30 સપ્ટેમ્બર 2023 એટલે કે, આજે નોટ બદલવાનો છેલ્લો દિવસ હતો. પણ હવે આ નોટ બદલવા માટે આપને વધારે સમય મળી ગયો છે, જેમાં આપ 7 ઓક્ટોબર સુધી નોટ બદલાવી શકશો.
19મેના રોજ ચલણમાંથી બહાર થઈ હતી નોટ
ભારતીય રિઝર્વ બેન્કે ગત 19 મે 2023ના રોજ દેશમાં સૌથી મોટી નોટ એટલે કે, 2000ની નોટ બંધ કરવાની જાહેરાત કરતા તેને સર્કુલેશનમાંથી બહાર કરી દીધી હતી. બજારમાં રહેલી આ નોટની વાપસીની સુવિધા આપતા આરબીઆઈએ બેન્કો અને કેન્દ્રીય બેન્કના 19 ક્ષેત્રિય કાર્યાલયોના માધ્યમથી પાછા આપવા અને બદલવા માટે 30 સપ્ટેમ્બરની તારીખ આપી હતી. જ્યારે કેન્દ્રીય બેન્કે 2000ની નોટ બંધ કરી હતી, ત્યારે ડેટા રજૂ કરતા જણાવ્યું હતું કે, 31 માર્ચ 2023 સુધી આરબીઆઈના જણાવ્યા અનુસાર, 3.62 લાખ કરોડ રૂપિયાની નોટ સર્કુલેશનમાં હતી.
જે લોકોના ઘરમાં હજુ પણ 2000 રૂપિયાની નોટ પડી છે તેમના માટે સારા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટો જમા કરાવવા અને બદલવાની પહેલાથી જ નક્કી કરેલી તારીખ લંબાવી છે. હવે 7 ઓક્ટોબર સુધી 2000 રૂપિયાની નોટ સામાન્યથી લઈને ખાસ કોઈપણ બેંકમાં જમા અથવા બદલી શકશે.
મહત્વપૂર્ણ લિંક્સ :
હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |