Final Alert : દેશમાં ૨૦૦૦ રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કાઢવાની આરબીઆઈએ જાહેરાત કરી હતી. ત્યારથી લઇને અત્યાર સુધીમાં ૨૦૦૦ રૂપિયાની ૯૩ ટકા નોટ બેંકોમાં જમા થઇ ગઇ હોવાનું રિઝર્વ બેંકે શુક્રવારે જણાવ્યું હતું.
સપ્ટેમ્બર સુધીમાં નોટ જમા કરવાની છેલ્લી તારીખ છે, તેથી ગ્રાહકોને વહેલી તકે નોટ જમા કરવાની અપીલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 93 ટકા નોટ જમા થઈ છે, પરંતુ હવે માર્કેટમાં સાત ટકા નોટ બાકી રહી હોવાનું કહી શકાય.
બેંકો પાસેથી પ્રાપ્ત આંકડા અનુસાર ૩૧ ઓગસ્ટ, ૨૦૨૩ સુધીમાં ચલણમાંથી પાછી મળેલી ૨૦૦૦ની નોટનું કુલ મૂલ્ય ૩.૩૨ લાખ કરોડ રૂપિયા છે, એમ આરબીઆઈએ જણાવ્યું હતું.
૨૦૦૦ રૂપિયા ની નોટ જમા કરવાના રહ્યા આટલા દિવસ બાકી
31 ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ કારોબાર બંધ થયો ત્યારે ૦.૨૪ લાખ કરોડના મૂલ્યની ૨૦૦૦ની નોટ ચલણમાં હતી. આમ ૧૯ મે, ૨૦૨૩ના રોજ ચલણમાં રહેલી રૂા.૨૦૦૦ની ૯૩ ટકા નોટ બેંકોમાં પાછી ઠલવાઇ ગઇ છે. મુખ્ય બેંકો પાસેથી એકત્રિત આંકડાઓ દર્શાવે છે કે બેંકોને પાછી મળેલી નોટોમાંથી ૮૭ ટકા નોટ ડિપોઝિટ સ્વરૂપે અને ૧૩ ટકા અન્ય મૂલ્યની બેંકનોટમાં બદલી કરવામાં આવી હતી.
રિઝર્વ બેંકે ૧૯ મેના રોજ ૨૦૦૦ રૂપિયા નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. ચલણમાં રહેલી ૨૦૦૦ની નોટનું કુલ મૂલ્ય ૩૧ માર્ચ, ૨૦૨૩ના રોજ ૩.૬૨ લાખ કરોડ રૂપિયા હતું. જે ૧૯ મે, ૨૦૨૩ના રોજ કારોબારના અંતે ઘટીને ૩.૫૬ લાખ કરોડ થયું હતું. આરબીઆઇએ દેશની જનતાને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધીમાં ૨૦૦૦ના મૂલ્યની નોટો જમા કરાવવા અથવા એક્ચેન્જ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ લિંક્સ :
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
સરકારી માહિતી હોમ પેજ | અહી ક્લિક કરો |